(Photo Credit: wikipedia/ભારત_રત્ન)
ભારત રત્ન પુરસ્કારની જાહેરાત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ૨ જી જાન્યુઆરી ૧૯૫૪ ના રોજ કરવામાં આવી હતી. એક વર્ષમાં વધારેમાં વધારે ત્રણ લોકોને જ આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. આ સન્માનની સૂચિ ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સૂચવવામાં આવે છે. આ સન્માન મેળવનારી વ્યક્તિને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરમાં એક પ્રસસ્તિપત્ર અને પીપળના પાન આકારનું સન્માનચિહ્ન પ્રદાન કરવામાં આવે છે. ૧૯૫૪ ના વર્ષમાં આ પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી ત્યારે આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવતો નહોતો પણ પછીથી ૧૯૫૫ ના વર્ષથી આ સન્માન મરણોપરાંત આપવામાં આવે છે.
સચિન તેંદુલકર એકમાત્ર એવા ખિલાડી છે જેમને આ સન્માન પ્રાપ્ત થયેલ છે અને તે ભારત રત્ન પ્રાપ્ત કરનાર સૌથી નાના વયના વ્યક્તિ છે. વર્ષ ૧૯૬૬ ના વર્ષમાં લાલબહાદુર શાસ્ત્રીજી ને સૌપ્રથમ મરણોપરાંત ભારત રત્ન સન્માન પ્રાપ્ત થયું હતું. મહારાષ્ટ્રના ખૂબ જ જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે જે ભારત રત્ન પ્રાપ્ત કરનાર સૌથી વધુ વયના વ્યક્તિ છે. તમને ૧૦૦ વર્ષની ઉંમરે ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ખાન અબ્દુલ ગફાર ખાન જેઓ પહેલા બિન ભારતીય વ્યક્તિ છે જેમને ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. બીજા બિન ભારતીય ભારત રત્ન પ્રાપ્ત કરનાર વ્યક્તિ એ દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા છે.
ભારત રત્ન પ્રાપ્ત થયેલ વ્યક્તિઓની સૂચિ :
૧) તામિલનાડુ રાજ્યના અને ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પહેલા ઉપરાષ્ટ્રપતિ એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને વર્ષ ૧૯૫૪ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨) તમિલનાડુ રાજ્યના અને સ્વતંત્ર સેનાની સી. રાજગોપાલાચારીને વર્ષ ૧૯૫૪ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩) તમિલનાડુ રાજ્યના અને નોબલ પરિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી એવા સી. વી. રામનને વર્ષ ૧૯૫૪ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪) ઉત્તર પ્રદેશ રાજ્યના અને દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની ભગવાન દાસ જેઓને વર્ષ ૧૯૫૫ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૫) કર્ણાટક રાજ્યના અને ભાખરા નાગલ બંધના નિર્માતા અને સિવિલ એંજિનિયર એમ.વિશ્વેસવરીયા જેઓને વર્ષ ૧૯૫૫ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૬) ઉત્તર પ્રદેશ રાજ્યના અને ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની એવા જવાહરલાલ નેહરુને આ પુરસ્કાર વર્ષ ૧૯૫૫ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૭) ઉત્તર પ્રદેશ રાજ્યના અને સ્વાતંત્ર્ય સેનાની અને ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી એવા ગોવિંદ વલ્લભ પંતને આ પુરસ્કાર વર્ષ ૧૯૫૭ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૮) મહારાષ્ટ્રના અને શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક એવા ધોન્ડો કેશવ કર્વેને વર્ષ ૧૯૫૮ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૯) પશ્ચિમ બંગાળના અને ડોક્ટર, રાજકારણી અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એવા ડો.બી.સી.રોયને વર્ષ ૧૯૬૧ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૦) ઉત્તર પ્રદેશ રાજ્યના અને સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણશાસ્ત્રી એવા પુરુષોત્તમદાસ ટંડનને વર્ષ ૧૯૬૧ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૧) બિહાર રાજ્યના અને પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્ય સેનાની એવા રાજેન્દ્ર પ્રસાદને વર્ષ ૧૯૬૨ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૨) આંધ્ર પ્રદેશના અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને જામીયા મિલિયાના સ્થાપક એવા ડૉ. ઝાકીર હુસૈનને વર્ષ ૧૯૬૩ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૩) મહારાષ્ટ્રના અને સંસ્કૃતના વિદ્વાન એવા ડો.પી.વી.કાણેને વર્ષ ૧૯૬૩ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૪) ઉત્તર પ્રદેશ રાજ્યના અને બીજા વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની એવા લાલ બહાદુર શાસ્ત્રીજી ને વર્ષ ૧૯૬૬ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૫) ઉત્તર પ્રદેશ રાજ્યના અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને વર્ષ ૧૯૭૧ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૬) આંધ્ર પ્રદેશ રાજ્યના અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા ડો.વી.વી.ગીરીને વર્ષ ૧૯૭૫ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૭) તામિલનાડુ રાજયના અને સ્વતંત્ર સેનાની એવા કે.કામરાજને વર્ષ ૧૯૭૬ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૮) પશ્ચિમ બંગાળની નાગરિકતા પ્રાપ્ત કરેલ અને નોબૅલ વિજેતા એવા મધર ટેરેસાને વર્ષ ૧૯૮૦ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૧૯) મહારાષ્ટ્ર રાજ્યના અને ભૂદાન યજ્ઞના પ્રણેતા એવા વિનોબા ભાવેને વર્ષ ૧૯૮૩ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૦) પાકિસ્તાનનાં અને સરહદના ગાંધી તરીકે ઓળખાતા એવા અબ્દુલગફાર ખાનને વર્ષ ૧૯૮૭ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૧) તામિલનાડું રાજ્યના અને ફિલ્મ અભિનેતા અને તામિલ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એવા એમ.જી.રામચંદ્રનને વર્ષ ૧૯૮૮ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૨) મહારાષ્ટ્ર રાજ્યના અને બંધારણ સભાના પ્રમુખ એવા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને વર્ષ ૧૯૯૦ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૩) દક્ષિણ આફ્રિકાના અને રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા એવા નેલ્સન મંડેલાને વર્ષ ૧૯૯૦ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૪) નવી દિલ્હીના અને ભૂતપૂર્વ વડાપ્રધાન એવા રાજીવ ગાંધીને વર્ષ ૧૯૯૧ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૫) ગુજરાતના અને આપના સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવાં સરદાર વલ્લભભાઇ પટેલને વર્ષ ૧૯૯૧ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૬) ગુજરાતના અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની એવાં મોરારજી દેસાઈને વર્ષ ૧૯૯૧ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૭) પશ્ચિમ બંગાળના અને આપણાં સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણશાસ્ત્રી એવાં અબુલ કલામ આઝાદને વર્ષ ૧૯૯૨ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૮) મહારાષ્ટ્રના અને મહાન ઉધોગપતિ એવાં જે.આર.ડી.ટાટા ને વર્ષ ૧૯૯૨ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૨૯) પશ્ચિમ બંગાળના અને ફિલ્મ સર્જક અને લેખક એવાં સત્યજિત રે ને વર્ષ ૧૯૯૨ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩૦) તામિલનાડુંના અને આપણાં ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એવાં ડો.એ.પી.જે.અબ્દુલ કલામને વર્ષ ૧૯૯૭ માં આ પુરસ્કર પ્રાપ્ત થયો હતો.
૩૧) પંજાબના અને સ્વાતંત્ર્ય સેનાની અને ભૂ.પૂ. વડાપ્રધાન એવાં ગુલઝારીલાલ નંદાને વર્ષ ૧૯૯૭ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩૨) પશ્ચિમ બંગાળના અને સ્વાતંત્ર્ય સેનાની અરુણા અસફઅલીને વર્ષ ૧૯૯૭ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩૩) તામિલનાડુંના અને શાસ્ત્રીય ગાયિકા એવાં એમ.એસ.સુબ્બુલક્ષ્મી ને વર્ષ ૧૯૯૮ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩૪) તામિલનાડુંના અને સ્વાતંત્ર્ય સેનાની અને હરિયાળી ક્રાંતિના પ્રણેતા એવાં સી.એસ.સુબ્રહ્મણ્યમ ને વર્ષ ૧૯૯૮ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩૫) બિહાર રાજ્યના અને સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવક એવાં જયપ્રકાશ નારાયણને વર્ષ ૧૯૯૮ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩૬) ઉત્તર પ્રદેશના અને પ્રખ્યાત સિતાર વાદક એવાં પંડિત રવિ શંકરને વર્ષ ૧૯૯૯ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩૭) પ્રશ્ચિમ બંગાળના અને નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮) આણે અર્થશાસ્ત્રી એવાં અમર્ત્ય સેનને વર્ષ ૧૯૯૯ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩૮) આસામ રાજ્યના અને સ્વતંત્ય સેનાની એવાં ગોપીનાથ બોરદોલોઈને વર્ષ ૧૯૯૯ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩૯) મહારાષ્ટ્રના અને પ્રસિદ્ધ પાશ્વ ગાયિકા એવાં લતા મંગેશકરને વર્ષ ૨૦૦૧ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪૦) બિહાર રાજ્યના અને પ્રસિદ્ધ શાસ્ત્રીય શરણાઇ વાદક એવાં બિસ્મિલ્લાહ ખાનને વર્ષ ૨૦૦૧ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪૧) કર્ણાટક રાજ્યના અને પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક એવાં ભીમસેન જોશીને વર્ષ ૨૦૦૯ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪૨) પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સી.એન.આર.રાવને વર્ષ ૨૦૧૪ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪૩) પ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંદુલકરને વર્ષ ૨૦૧૪ ના આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪૪) પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી એવાં મદન મોહન માલવીયાને વર્ષ ૨૦૧૫ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪૫) ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન એવાં અટલ બિહારી વાજપાઈ જી ને વર્ષ ૨૦૧૫ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪૬) ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ એવાં પ્રણવ મુખર્જીને વર્ષ ૨૦૧૯ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪૭) આરએસએસ વિચારક એવાં નાનજી દેશમુખ ને વર્ષ ૨૦૧૯ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૪૮) મહાન ગાયક અને સંગીતકાર એવાં ભૂપેન હજારીકાને વર્ષ ૨૦૧૯ માં આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.