બિનસચિવાલય પરીક્ષા વિશે માહિતી:
મિત્રો બિનસચિવાલય પરીક્ષામાં અભ્યાસક્રમ શું છે, તેના માટે વયમર્યાદા કેટલી રાખવામા આવી છે, પગારધોરણ કેટલું હોય છે અને તેના માટે શૈક્ષણિક લાયકાત શું હોય છે તેના વિશે આપણે હવે જાણીશું. તો ચાલો હવે તેના વિશે માહિતી મેળવીએ.
વયમર્યાદા:
મિત્રો બિનસચિવાલયનું ફોર્મ ભરતી વખતે નોટિફિકેશનમા આપેલ તારીખ મુજબ તમારી વયમર્યાદા ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ. જેમાં અલગ અલગ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં અમુક વર્ષ માટે છૂટછાટ આપવામાં આવતી હોય છે જે તમારે નોટિફિકેશન બહાર પડે તેમાં જોવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટે શૈક્ષણિક લાયકાત એ ધોરણ ૧૨ પાસ રાખવામા આવેલી છે. આ લાયકાત ધરાવતા લોકોએ જ આ માટે અરજી કરવાની હોય છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતીના નિયમો મુજબ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની સામાન્ય સમજ તમારામાં હોવી જરૂરી છે. આ સિવાય ઉમેદવાર હિન્દી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
કોમ્પ્યુટરના સર્ટિ અંગે સ્પષ્ટતા:
જો તમે કોઈપણ કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હશે તો તેનું સર્ટિ માન્ય ગણવામાં આવશે. સરકાર માન્ય સંસ્થામાંથી અથવા યુનિવર્સિટીમાથી કોઈપણ કોર્સ કરેલા હશે, ડિપ્લોમા કોર્સ હશે કે બીજો કોઈ કોમ્પ્યુટરલક્ષી સર્ટિફિકેટ કોર્સ કરેલ હશે તો તેનુ સર્ટિ માન્ય ગણવામાં આવશે. તમારે જો ધોરણ ૧૦ અથવા તો ૧૨ માં કોમ્પ્યુટર વિષય રાખ્યો હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. જો તમારી પાસે કોઈપણ કોમ્પ્યુટરનું સર્ટિ નહીં હોય તો પણ તમે અરજી કરી શકો છો પણ નિમણૂક સમયે તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતું સર્ટિ તમારી પાસે ફરજિયાત હોવું જોઈશે. આમ નહીં હોય તો તમારી પસંદગી રદ્દ કરવામાં આવશે.
પગારધોરણ:
મિત્રો બિનસચિવાલય માટે તમારું પગારધોરણ એ નાણાં વિભાગના ઠરાવ મુજબ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ ૧૯,૯૫૦ રૂપિયા રહેશે.
નોંધ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ્યારે નોટિફિકેશન બહાર પાડે છે ત્યારે તેમાં આપેલ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા માટે નિર્ધારિત કરેલ તારીખ જ અચૂકપણે જોઈ લેવી. તેમાં નોન-ક્રિમિલિયર સર્ટિ અને અન્ય જરૂરી લાયકાત કઈ તારીખ સુધીના માન્ય ગણાશે તે દર્શાવેલ હોય છે. માટે તે અવશ્ય ચેક કરી લેવું.
બિનસચિવાલય પરીક્ષા પદ્ધતિ - Binsachivalay Exam Syllabus:
ઉપર મુજબ તમને ખબર જ છે કે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા એ બે ભાગમાં લેવામાં આવે છે. જેમાં નીચે મુજબ આપણે મુદ્દાસર માહિતી મેળવીશું.
ભાગ-૧ લેખિત કસોટી:
૧ |
ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ |
૨૫ ગુણ |
૨ |
ગુજરાતી વ્યાકરણ |
૨૫ ગુણ |
૩ |
અંગ્રેજી વ્યાકરણ |
૨૫ ગુણ |
૪ |
ભારત અને ગુજરાતનાં વર્તમાન બનાવો અને સામાન્ય જ્ઞાન અને
ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ |
૫૦ ગુણ |
૫ |
કોમ્પ્યુટરના ઉપયોગના પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થીયરી |
૨૫ ગુણ |
૬ |
જાહેર વહીવટ અને ભારતનું બંધારણ |
૫૦ ગુણ |
કુલ ગુણ: ૨૦૦
- આ પરીક્ષા ઓ.એમ.આર. પદ્ધતિથી લેવામાં આવશે.
- આ પરીક્ષામાં તમારે બધા જ પ્રશ્નોનાં જવાબ આપવાના રહેશે. જો તમને કોઈ પ્રશ્ન ન આવડે તો તેમાં E ઓપ્શન ટીક કરવાનો રહેશે.
- ખોટા પ્રશ્ન દીઠ ૦.૨૫ માર્કસ કાપવામાં આવશે.
- આગળ કોમ્પ્યુટર પરીક્ષા માટે કુલ ખાલી જગ્યાના મેરીટ ના આધારે ત્રણ ગણા લોકોને કોમ્પ્યુટર પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
ભાગ-૨ કોમ્પ્યુટર પરીક્ષા:
૧ |
ગુજરાતી ટાઈપિંગ |
૨૦ ગુણ |
૨ |
અંગ્રેજી ટાઈપિંગ |
૨૦ ગુણ |
૩ |
કોમ્પ્યુટરના ઉપયોગના પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર
પ્રેક્ટિકલ પરીક્ષા |
૬૦ ગુણ |
કુલ ગુણ: ૧૦૦
આ પણ વાંચો:
- જીપીએસસીની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી
- યુપીએસસીની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી
- કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી
- સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા
- GPSC સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી
- ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધ
- જાણો તાલિબાન વિશે - તાલિબાન શું છે અને તેનો ઉદ્ભવ ક્યાથી થયો
વધુ જાણકારી:
બિનસચિવાલયમાં ક્લાર્કમાં તમને મહેસૂલ વિભાગ, શિક્ષણ વિભાગ, ઉધોગ અને ખાણ વિભાગ, નાણાં વિભાગ, ગુજરાત પાણી પુરવઠા વિભાગ અને કલ્પસાર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોના બાબતનો વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, કાયદા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, ગૃહ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, રમત-ગમત અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓનો વિભાગ વગેરેમાં નોકરી મળી શકે છે.
બિનસચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ માટે તમને સચિવાલયના વિભાગો અને ગુજરાત જાહેર સેવા આયોગમાં નોકરી મળી શકે છે.