GPSC Details In Gujarati:
જીપીએસસી જેનું પૂરું નામ ગુજરાત જાહેર સેવા આયોગ છે. જેને આપણે અંગ્રેજીમાં Gujarat Public Service Commission (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) થી ઓળખીએ છીએ. મિત્રો જીપીએસસી દ્વારા ઘણી પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં મુખ્ય પરીક્ષાઓ જેના માટે સૌ તૈયારી કરતાં હોય છે તે છે GPSC Class Civil Services ની પરીક્ષા. જે પરીક્ષા પાસ કરીને તમે નાયબ કલેક્ટર, ડીવાયએસપી અને મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી જેવી વિવિધ પોસ્ટ ઉપર નોકરી મેળવી શકો છો.
નોંધ: આ પરીક્ષામાં તમારા પેપરનું મધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પેપર સંબંધિત ભાષામાં આવશે.
જીપીએસસીની પરીક્ષા માટે વયમર્યાદા કેટલી હોય છે:
મિત્રો જીપીએસસીની પરીક્ષા માટે તમે ઓછામાં ઓછા ૨૧ વર્ષના હોવા જરૂરી છે અને વધુમાં વધુ તમે ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. એસસી, એસટી અને સામાજિક અને આર્થિક પછાતવર્ગના લોકોને ૫ વર્ષની છૂટછાટ અને વધુમાં વધુ તેમની ઉંમર ૪૫ વર્ષની રાખવામા આવી છે. આરક્ષિત વર્ગની મહિલાઓ માટે ૧૦ વર્ષની છૂટછાટ એન વધુમાં તેમની ઉંમર ૪૫ વર્ષ સુધીની રાખવામા આવી છે. જનરલ કેટેગરીની મહિલાઓને ૫ વર્ષની છૂટછાટ અને ૪૫ વર્ષની મર્યાદા રાખવામા આવી છે.
કોણ આપી શકે જીપીએસસી સિવિલ સર્વિસિસની પરીક્ષા:
જીપીએસસી સિવિલ સર્વિસિસની પરીક્ષા એ ગ્રેજ્યુએટ ઉમેદવારો આપી શકે છે. જો તમે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છો અને તમારી છેલ્લી પરીક્ષા બાકી છે ગ્રેજ્યુએશનની તો તમે ફોર્મ ભરી શકો છો. તમે જ્યારે આ પરીક્ષા માટે ફોર્મ ભરો છો તે તારીખ સુધી તમારી ઉંમર ૨૦ વર્ષની થઈ હોવી જોઈએ.
જીપીએસસીની પરીક્ષા કેટલા ભાગમાં લેવામાં આવે છે:
મિત્રો જીપીએસસીની પરીક્ષા એ ત્રણ ભાગમાં લેવામાં આવે છે. જેમાં પહેલા તમારે પ્રિલિમિનરી પરીક્ષા, બાદમાં મુખ્ય પરીક્ષા આવશે અને છેલ્લે તમારે ઇન્ટરવ્યુ પરીક્ષા આપવાની રહેશે. જેમાં તમારી પ્રિલિમિનરી પરીક્ષા એ હેતુલક્ષી પ્રકારની આવશે એટલે કે મલ્ટિપલ ચોઈસ પ્રકારની. મુખ્ય પરીક્ષા એ તમારે વર્ણત્મ્ક આવશે એટલે કે તેમાં તમારે લખવાનું રહેશે અને ઇન્ટરવ્યુ પરીક્ષા એ તમારે મૌખિક આવશે.
જીપીએસસીની પરીક્ષામાં કેટલા પેપર આવે છે:
૧) પ્રિલિમિનરી પરીક્ષામાં તમારે ૨ પેપર આપવાના રહેશે જેમાં તમને ૩ કલાકનો સમય આપવામાં આવશે અને આ ૨ પેપર એ ૨૦૦ માર્કસના હશે અને કુલ માર્કસ ૪૦૦ થશે. પ્રિલિમિનરી પરીક્ષામાં તમારે જે પેપર આવશે તે સામાન્ય અભ્યાસ-૧ અને સામાન્ય અભ્યાસ-૨ હશે.
⟾ સામાન્ય અભ્યાસ-૧ માં તમારે ઇતિહાસ, સાંસ્ક્રુતિક વારસો, ભારતીય રાજ્યવ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જેવા વિષયોમાથી પ્રશ્નો પુછાશે.
⟾ સામાન્ય અભ્યાસ-૨ માં તમારે ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પ્રદેશિક, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રકારના કરંટ અફેર્સ પૂછાશે.
૨) મુખ્ય પરીક્ષામાં તમારે ૬ પેપર આપવાના રહેશે. જેમાં તમને દરેક પેપરમાં ૩ કલાકનો સમય આપવામાં આવશે અને દરેક પેપરના ૧૫૦ માર્કસ રહેશે. જેમાં તમારે ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસ-૧, સામાન્ય અભ્યાસ-૨ અને સામાન્ય અભ્યાસ-૩ આ ૬ પેપર તમારે મુખ્ય પરીક્ષામાં આવશે. આ લેખિત પરીક્ષામાં તમારે કુલ ગુણ ૯૦૦ થશે. આ પરીક્ષા એ ફક્ત તે જ ઉમેદવારોને આપવા મળશે જે પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા હશે.
⟾ મુખ્ય પરીક્ષાનું પહેલું પેપર ગુજરાતીનું હશે જેમાં તમારે ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ સંબંધિત પ્રશ્નો આવશે.
⟾ મુખ્ય પરીક્ષાના બીજા પેપરમાં અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ સંબંધિત પ્રશ્નો આવશે.
⟾ મુખ્ય પરીક્ષાના ત્રીજા પેપરમાં તમારે નિબંધ લેખન આવશે જેમાં કરંટ અફેર્સને લગતી બાબતો, સામાજિક ઘટનાઓ, ઐતિહાસિક ઘટનાઓ, ચિંતાત્મક મુદ્દાઓ, પર્યાવરણીય બાબતો જેવા મુદાઓ ઉપર નિબંધ લેખન કરવાનું રહેશે. દરેક નિબંધ ૮૦૦ શબ્દોની સમયમર્યાદામાં લખવાનો રહેશે.
⟾ સામાન્ય અભ્યાસ-૧માં ભારતનો ઇતિહાસ, સાંસ્ક્રુતિક વારસો અને ભૂગોળ વિષયમાથી પ્રશ્નો આવશે.
⟾ સામાન્ય અભ્યાસ-૨ માં તમારે ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ, લોકપ્રશાસન અને શાસન અને લોકસેવામાં નીતિશાસ્ત્ર વિષયમાંથી પ્રશ્નો આવશે.
⟾ સામાન્ય અભ્યાસ-૩માં તમારે વિજ્ઞાન અને ટેક્નોલોજી, ભારતીય અર્થતંત્ર અને આયોજન, અને કરંટ અફેર્સ સંબંધિત પ્રશ્નો આવશે.
૩) ત્રીજો ભાગ આવે છે ઇન્ટરવ્યુ પરીક્ષા. આમાં તમારે ૧૦૦ માર્કસની ઇન્ટરવ્યુ પરીક્ષા આવશે. મિત્રો ઇન્ટરવ્યુ પરીક્ષામાં તમારા જ્ઞાનની ગુણવત્તા કરતાં તમારી પર્સનાલિટી અને તમારા વ્યક્તિત્વની કસોટી કરવામાં આવશે. જેમાં તમારા જીવન વિશે અને ભણતર વિશે પુછવામાં આવશે. આમ આ રીતે તમારી જીપીએસસીની સિવિલ સર્વિસિસ પરીક્ષા હશે.
જીપીએસસીની પરીક્ષા વિશે વધુ માહિતી:
* જીપીએસસીની પરીક્ષામાં જે પ્રિલિમિનરી પરીક્ષાના પેપર છે તેમાં માત્ર તમારે પાસ થવાનું છે. તેના માર્કસ આગળ મેરીટ માટે ગણવામાં આવતા નથી.
* મુખ્ય પરીક્ષાના ૯૦૦ ગુણ અને ઇન્ટરવ્યુ પરીક્ષાના ૧૦૦ ગુણ મળીને ૧૦૦૦ ગુણ થાય જેમાથી તમારું જીપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષાનું મેરીટ બનશે.
* મિત્રો બહુ ઓછા લોકોને આ વાત ખબર હશે કે તમે મેન્સ પરીક્ષાના ઉત્તર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં લખી શકો છો. જો તમે પહેલા પ્રશ્નનો ઉત્તર ગુજરાતીમાં લખ્યો છે એન બીજો કોઈ પ્રશ્ન અંગ્રેજીમાં લખવો છે તો તમે લખી શકો છો. જીપીએસસીમાં જે પેપર તપાસવાવાળા હોય છે તે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાના જાણકાર હોય તે તાસતા હોય છે.
* જીપીએસસી પ્રિલિમ પરીક્ષામાં ૧૫ ગણા લોકોને પાસ કરવામાં આવતા હોય છે.
* મેન્સ પરીક્ષામાં ત્રણ ગણા લોકોને પાસ કરવામાં આવે છે અને ઇન્ટરવ્યુ પરીક્ષા માટે બોલાવવામાં આવે છે.
આ પણ વાંચો:
- યુપીએસસીની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી.
- કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી
- સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા
- બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા વિશે માહિતી
- GPSC સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી
- ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધ
- જાણો તાલિબાન વિશે - તાલિબાન શું છે અને તેનો ઉદ્ભવ ક્યાથી થયો
સારાંશ:
મિત્રો જીપીએસસીની પરીક્ષા પાસ કરવાનું સપનું લાખો લોકો જોતાં હોય છે અને તેમાથી બહુ ઓછા લોકો તેમાં પાસ થતાં હોય છે. આશા રાખું છું કે તમને જીપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષા વિશેની આ માહિતી ઉપયોગી બની હશે. જો તમને કોઈપણ પ્રશ્ન હોય જીપીએસસીની પરીક્ષા વિશે તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ટૂંક સમયમાં જ તમને તેનો જવાબ આપવામાં આવશે. આભાર.
Please suggest me.. best booklist for gpsc
જવાબ આપોકાઢી નાખોGPSC class 1 and 2 exam દર વર્ષે યોજાય છે
જવાબ આપોકાઢી નાખો