'નોટા' નો અર્થ શુ છે:
NOTA નો અર્થ થાય છે (None Of The Above) એટ્લે કે એક પણ નહીં. આનો ઉપયોગ મતદારો દ્વારા જો તેમને કોઈપણ ઉમેદવાર પસંદ ન હોય ત્યારે કરવા માટે આપવામાં આવ્યો છે. જો તમે વોટિંગ કરવા જાઓ છો અને તમને લાગે છે કે મારે આમાથી કોઈપણને વોટ આપવો નથી તો તમે નોટા નું બટન દબાવી વોટિંગ કરી શકો છો.
'નોટા' નો ઈતિહાસ:
નોટાનો સર્વપ્રથમ ઉપયોગ એ અમેરિકામાં કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૭૬ માં અમેરિકાના નેવાડા રાજયમાં ચૂંટણી સમયે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી ઘણા દેશોમાં તેનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
'નોટા' વિશે જાણકારી:
વર્ષ ૨૦૦૯ માં ભારતના ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે તે મતદારને મતદાનપત્ર ઉપર NOTA નો વિકલ્પ આપવા માંગે છે. તે સમયે સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. "પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ" આના સમર્થનમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ પછી ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે ચૂંટણીમાં NOTA મત આપવાનો અધિકાર લાગુ થવો જોઈએ. ચૂંટણી પંચ ને ઇલેક્ટ્રીક વોટિંગ મશીનમાં NOTA નો ઓપ્શન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ૨૦૧૪ ની સામાન્ય ચૂંટણીમાં ૬૦ લાખ લોકોએ નોટા વિકલ્પ પસંદ કર્યો છે.
૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ કાળા ક્રોસ સાથે બેલેટ પેપરમાં NOTA નું સિમ્બોલ રજૂ કરવામાં આવ્યું હતું. આ સિમ્બોલ અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
આમ ઉપર મુજબ NOTA વિશે થોડી જાણકારી આપવામાં આવી છે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા અમને પૂછી શકો છો. અમે તમને ટૂંક સમયમાં જ તેનો જવાબ આપીશું. જો તમે આવું જ અવનવું વાંચવા માંગો છો તો તમે અમારી આ સાઇટની મુલાકાત લેતા રહો. આભાર.