Type Here to Get Search Results !

જાણો તાલિબાન વિશે - તાલિબાન શું છે અને તેનો ઉદ્ભવ ક્યાથી થયો

0
Taliban

(Photo Credit: istockphoto)


તાલિબાન એ પુશ્તો ભાષાનો શબ્દ છે. જેનો અર્થ "વિધાર્થી" એવો થાય છે. તાલિબાન એ ૧૯૯૦ ના વર્ષમાં સોવિયેત યુનિયન અને અફઘાનિસ્તાન યુદ્ધ બાદ ઉત્તરી પાકિસ્તાનમાં ઉદભવેલું સંગઠન છે. તાલિબાન એ ઈસ્લામિક કટ્ટરવાદી રાજકીય સંગઠન છે. જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મદરેસામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને તેમાં સામેલ કરવામાં આવે છે. 

૧૯૯૬ માં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર પોતાનો અધિકાર જમાવી લેવામાં આવ્યો હતો જે ૨૦૦૧ સુધી સ્થાપિત રહ્યો હતો. ૨૦૦૧ ના અફઘાનિસ્તાન યુદ્ધ પછી તે લુપ્તપ્રાય થઈ ગયું હતું પણ ૨૦૦૪ પછી તે સક્રિય થયું હતું અને દક્ષિણી અફઘાનિસ્તાન અને પશ્ચિમી પાકિસ્તાનમાં તેની ગતિવિધિ વધી ગઈ હતી. ફેબ્રુઆરી ૨૦૦૯ માં પાકિસ્તાનની ઉત્તર પશ્ચિમી સરહદ નજીક 'સ્વાત ઘાટી' માં તેઓ દ્વારા પાકિસ્તાન સરકાર સાથે મળીને કરાર કર્યા હતા જેમાં તેઓ લોકોને મારવાનું બંધ કરશે અને તેના બદલે તેઓ શરિયત અનુસાર કામ કરવાની છૂટ મળશે. તાલિબાનને સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત અને પાકિસ્તાન દ્વારા માન્યતા આપવામાં આવી હતી. 

૧૯૯૬ માં તેઓએ ઈસ્લામિક અમીરાત જાહેર કરી અને કુરાનનું કઠોર અર્થઘટન લાદયું અને તેમાં ક્રૂર સજાઓ જાહેર કરવામાં આવી હતી. જેમાં કોરડા મારવા, હાથ કાપી નાખવા, જાહેરમાં ફાંસી આપવી, પથ્થર મારવા જેવી સજાઓનો સમાવેશ થાય છે અને મહિલાઓની ભૂમિકાને ઘટાડી તેમને શાળાથી દૂર રાખવામા આવેલ હતી. ૨૦૦૧ ની શરૂઆતમાં તેઓએ બામિયાનના ભગવાન બુદ્ધની પ્રતિમાને તોડીને વિશ્વભરમાં તેમની ધાક બતાવી હતી. 

તાલિબાનની સ્થાપના એક અલગ જ વિચારધારા મુજબ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓએ સમાજમાં મર્યાદિત ભૂમિકા ભજવવી જોઈએ તેવું તે માનતા હતા. છેલ્લી વખત જ્યારે તેઓએ શાસન કર્યું ત્યારે મહિલાઓ અને છોકરીઓને નોકરી અને શાળાએ જવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. મહિલા જ્યારે ઘરની બહાર નીકળે તો તેમણે ફરજિયાત બુરખો પહેરીને નીકળવું પડતું અને શરીરનું એકપણ અંગ દેખાવું ના જોઈએ તેવી રીતે. જો આમ ન કરે તો તેમને પકડીને ટોળાં વચ્ચે લઈ જતાં અને તેમના ઉપર પથ્થરમારો કરવામાં આવતો. અપરણિત મહિલાઓ કોઈ પુરુષ સાથે જોવા મળે તો તેમને પણ સજા આપવામાં આવતી. 

૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ ના રોજ અમેરીકામાં ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવરો તોડીને દુનિયાને હચમચાવી નાખ્યું હતું. આ કામ એ બિન લાદેન દ્વારા કરવામાં આવ્યું હતું અને તાલિબાન દ્વારા બિન લોદેનને સલામતી આપવામાં આવી હતી. બિન લાદેન દ્વારા તે સમયે વિખ્યાત આતંકવાદી સંગઠન અલ કાયદા બનાવવામાં આવ્યું હતું. આ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ દ્વારા તાલિબાનને સૂચના આપવામાં આવી હતી કે તેઓ અલ કાયદા અને બિન લાદેનને સોંપી દે. ત્યારબાદ તાલિબાન હચમચી ઉઠ્યું હતું અને અમેરિકા દ્વારા સીધા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. યુ.એસ.દ્વારા તાલિબાન સરકારનું પતન કરવામાં આવ્યું અને જે લોકો તેમાં બચી ગયા તેઓ પાકિસ્તાન નાસી ગયા હતા. વીસ વર્ષ પછી આજે અફઘાનિસ્તાનમાં તેઓ પાછા ફર્યા અને અફઘાનિસ્તાન ઉપર તેમને પોતાનો કબ્જો જમાવી લીધો. 

૨૦૦૧ ની હાર બાદ તાલિબાનને અમેરિકા અને પાકિસ્તાન સૈન્ય દ્વારા સહાય આપવામાં આવી હતી. જેમાં અમેરિકા દ્વારા અલ કાયદાને શોધવા માટે ભારે નાણાકીય સહાય આપવામાં આવી હતી. ત્યારબાદ તાલિબાન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જમીન મેળવવા અને લોકોનું સમર્થન મેળવવાનું શરૂ કરવામાં આવ્યું. કેટલાક લોકોને ડરાવી ધમકાવીને તેમાં સામેલ કરવામાં આવ્યા તો કેટલાક સ્વૈચ્છીક રીતે તેમાં જોડાયા. 

વર્ષ ૨૦૨૧ માં ડોનાલ્ડ ટ્રંપ દ્વારા તાલિબાન સાથે સોદો કરવામાં આવ્યો હતો અને તેમાં તેઓએ કહ્યું હતું કે ૨૦૨૧ ના મધ્ય સુધીમાં તેઓ પોતાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પાછું ખેંચી લેશે. હાલમાં રાષ્ટ્રપતિ બિડેન દ્વારા આ અભિગમને સમર્થન આપવામાં આવ્યું અને ત્યારબાદ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર ધીમે ધીમે કબ્જો જમાવવામાં આવ્યો. હાલમાં તેઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપર કબ્જો જમાવી લીધો અને તેમનું શાસન સંપૂર્ણ બન્યું. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને દેશ છોડી ભાગી જવાની નોબત પડી. 


હવે એમ થાય કે તાલિબાન આગળ શું કરશે ? તો તાલિબાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ નાગરિકો સાથે દુર્વ્યવહાર નહીં કરે અને તેણે પોતાના કમાન્ડરોણે પણ આદેશ આપેલા છે કે યોગ્ય શાસન કરવું અને લોકોને સુરક્ષિત રાખવા. પણ જે હકીકતમાં આપણે જોવા જઈએ તો કઈક અલગ જ દ્રશ્યો આપણને જોવા મળ્યા છે. કાબુલમાં હાલમાં જોવા જઈએ તો અફરાતફરીનો માહોલ જોવા મળી રહયો છે. લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે.  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Top Post Ad

Below Post Ad