Ads Area

૫ જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ - જાણો પર્યાવરણ દિવસ વિશે

World Environment Day Gujarati

(Photo Credit: Pixabay.com)


World Environment Day In Gujarati: આજે ૫ જૂન એટ્લે કે વિશ્વ પર્યાવરણ દિવસ. મિત્રો દર વર્ષે ૫ મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલના સમયમાં વિશ્વમાં અને દેશમાં પ્રદૂષણ ખૂબ જ ફેલાઈ રહેલું જોવા મળે છે. આમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો હેતુ એ પર્યાવરણ ની રક્ષા કરવાનો છે. આ દિવસની ઉજવણીની જાહેરાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૧૯૭૨ માં વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રત્યે રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. ૫ જૂનથી ૧૬ જૂન દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૧૯૭૪ ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

દર વર્ષે ૧૪૩ થી વધુ દેશો આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે અને ઘણા સરકારી, સામાજિક અને વ્યવસાયિક લોકો પર્યાવરણીય સંરક્ષણ, સમસ્યાઓ વગેરે વિષય પર વાતો કરે છે. પર્યાવરણને સુધારવા માટે આ દિવસ મહત્વનો છે જેમાં સમગ્ર વિશ્વ રસ્તામાં ઉભા પડકારોને ઉકેલવાનો માર્ગ શોધે છે. વિશ્વ પર્યાવરણ દિવસ એ લોકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત વિશ્વની સૌથી મોટી વાર્ષિક ઘટના છે. તેનો મુખ્ય ઉદ્દેશ આપણી પ્રકૃતિની રક્ષા માટે જાગૃતિ લાવવાનો છે અને વિવિધ પર્યાવરણીય મુદ્દાઓ કે જે દિન પ્રતિદિન વધી રહ્યા છે તેને જોવાનો છે.


પર્યાવરણ એટલે શું અને પર્યાવરણ વિશે વધુ માહિતી:

પર્યાવરણ શબ્દ એ ‘પરી’ અને ‘આવરણ’ આ બે શબ્દોમાંથી બનેલ છે. આપણી આસપાસ આપણને જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે ૫ર્યાવરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે આપણી આસપાસ જે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે જે પણ દેખાય છે, જેમાં તમામ જીવંત જીવો રહેતા હોય છે, તેને પર્યાવરણ કહેવામાં આવે છે. 

બીજા શબ્દોમાં કહીએ તો  માનવની આસપાસ રહેલ જે સામાજિક, આર્થિક, જૈવિક, ભૌતિક અને રાસાયણિક ઘટકો નું માળખું છે તેને પર્યાવરણ કહેવામાં આવે છે. પર્યાવરણ શબ્દ ને અંગ્રેજી ભાષામાં 'Environment' કહેવામાં આવે છે. 

૫ર્યાવરણના મુખ્ય ચાર આવરણ આપણને જોવા મળે છે.  પહેલુ આવરણ છે જલાવરણ, બીજુ આવરણ એ  મૃદાવરણ, ત્રીજુ આવરણ એ વાતાવરણ છે અને ચોથું આવરણ એ જીવાવરણ છે.  જલાવરણમાં સાગર, હિમ શિખરો, નદીઓ અને વરસાદ વગેરેને સમાવેશ થાય છે. વાતાવરની અંદર હવાનો સમાવેશ થાય છે અને મૃદાવરણમાં પૃથ્વીની સપાટી પર આવેલું માટીનું આવરણ છે તેનો સમાવેશ થાય છે અને જીવાવરણમાં પૃથ્વી પર વસતા જીવોનો સમાવેશ થાય છે. 

પર્યાવરણનું મહત્વ:

આપણાં જીવનમાં પર્યાવરણનું મહત્વ ખૂબ જ રહેલું છે. પૃથ્વી આપણે વસવાટ કરી શકયા છીએ તો તે પર્યાવરણના કારણે જ છે. પર્યાવરણના કારણે આપણે પાણી પી શકીએ છીએ, આપણે શ્વાસ લઈ શકીએ છીએ, આપણને ખાવા પીવાનું મળી રહે છે, આપણે જે ઘર બનાવીને રહીએ છે તે પણ પર્યાવરણની જ દેન છે. આપણને ઑક્સીજન પૂરો પાડનાર વૃક્ષો એ પર્યાવરણની જ દેન છે. પર્યાવરણ એ પૃથ્વીનો એક નવીન ભાગ છે. જો પર્યાવરણ છે તો પૃથ્વી ઉપર જીવન છે બાકી જીવન શક્ય જ નથી. 

પ્રાચીન સમયમાં મનુષ્ય પર્યાવરણને સારી રીતે સમજતો હતો. પણ હાલના સમયમાં જોવા જઈએ તો હાલમાં પર્યાવરણ પ્રત્યે કોઈને કોઈ સહાનુભૂતિ રહી જ નથી. પોતે પોતાના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમણે પર્યાવરણ વિશે કોઈ ખ્યાલ જ નથી રહ્યો. પ્રાચીન સમયમાં વસવાટ કરતા લોકો પર્યાવરણને સ્વચ્છ રાખતા હતા. 

હાલમાં જોવા જઈએ તો પ્રદૂષણને કારણે અને પર્યાવરણ સાથે છેડછાડને કારણે વિશ્વમાં અલગ અલગ વિનાશ સર્જે તેવી ઘટનાઓ બનતી રહે છે. જે આપણે હાલના સમયમાં સારી રીતે જોઈ રહ્યા છીએ. સમયસર વરસાદ ન આવવો, ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જવું, બરફ પડવો, ઋતુઓનું અસમયસર બદલાતું રહેવું આ બધી જ ઘટનાઓ પર્યાવરણ સામે ઈશારો કરે છે કે હજુ સમય છે પર્યાવરણનું વહેલા જતન કરતાં થાઓ. 

પર્યાવરણને બચાવવાના ઉપાયો:

૧) પર્યાવરણને બચાવવા માટેના ઉપાયો જોઈએ તો સૌપ્રથમ ઉપાય એ છે કે પર્યાવરણનું સંરક્ષણ કરવું અને વધુ માં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું. વૃક્ષો એ હવામાથી કાર્બન ડાયોક્સાઈડ વાયુ લઈને આપણને શુદ્ધ ઑક્સીજન વાયુ પૂરો પાડે છે. આપણાં જીવન માટે તે ખૂબ જ ઉપયોગી વાયુ છે. 

૨) ફેક્ટરીઓમાથી નીકળતો બિન જરૂરી કચરો અને ફેક્ટરીઓમાથી નીકળતા ધુમાડા અને પ્રદુષિત પાણી તેનું યોગ્ય નિયંત્રણ કરવું જોઈએ. આ કારણે પ્રદૂષણ વધારે ફેલાતું જોવા મળતું હોય છે. 

૩) વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેમાથી નીકળતા ધુમાડાને કારણે પણ હવામાં અને અવાજ નું પ્રદૂષણ વધારે પ્રમાણમા ફેલાતું હોય છે. જરૂર હોય ત્યાં સુધી સાઇકલનો ઉપયોગ આપણે કરી શકીએ. 

૪) પ્લાસ્ટિક અને રબડ જેવી વસ્તુઓને સળગાવવી ના જોઈએ. તેને સળગાવવાથી હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતું હોય છે. 

૫)  પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પ્લાસ્ટિક એ હજારો વર્ષ સુધી એમનું એમ રહેતું હોય છે. માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. 

૬) પાણીનો બચાવ કરવો જોઈએ અને તેને બિનજરૂરી વહેતું અટકાવવું જોઈએ. 

7) વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ અને તેનું યોગ્ય જતન કરવું જોઈએ. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area