Type Here to Get Search Results !

જાણો 'બાપુની ગાડી' તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન વિશે

0
Bilimora-Vaghai Nerogej Train

(Photo Credit : Financialexpress)

દક્ષિણ ગુજરાતમાં 'બાપુની ગાડી' તરીકે ઓળખાતી અને હેરિટેજનો દરજ્જો ધરાવતી એવી બીલીમોરા-વઘઇ વચ્ચે ચાલતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનને કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને સરકાર દ્વારા પાછો ખેંચીને હવે આ ઐતિહાસિક ટ્રેન ફરીથી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

રેલ મંત્રાલય દ્વારા બીલીમોરા-વઘઈ, નડિયાદ-ભાદરણ, અંકલેશ્વર-રાજપીપળા, બરિયાવી-વડતાલ-સ્વામિનારાયણ, કોસંબા-ઉમરપાડા, સમલાયા-ટીમ્બા રોડ, ઝઘડીયા-નેત્રંગ, છુછાપુરા ટંખાલા, છોટાઉદેપુર-જંબુસર, ચોરંડા-મોટીકોરલ અને ચાંદોદ-માલસરની ની નેરોગેજ ટ્રેનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં બીલીમોરા-વઘઇ વચ્ચે નેરોગ્રેજ ટ્રેન ફરીથી પાટા ઉપર દોડતી થઈ ગઈ છે.  

મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરવામાં આવી હતી:

વર્ષ ૧૯૧૫ માં આ ઐતિહાસિક નેરોગેજ ટ્રેન વઘઇ અને બીલીમોરા વચ્ચે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનમાં ૬ ડબ્બાઓ જોડવામાં આવ્યા હતા અને દિવસમાં ૨ વખત આ ટ્રેન દોડાવવામાં આવતી હતી. આ ગાડીની શરૂઆત તે વિસ્તારમાં રહેતા આદિવાસીઓ શહેરમાં પોતાનો વ્યવસાય કરી શકે અને તેઓ શહેરની રીતભાતથી પરિચિત થાય તે માટે તેમણે આ ટ્રેન શરૂ કરી હતી.  આહવા અને ડાંગના જંગલોમાં મળતા સાગી લાકડાની ભારે માંગ વિદેશોમાં હોવાથી તે સમયે સાગી લાકડું આ ટ્રેનમાં ડાંગથી બીલીમોરા લાવવામાં આવતું હતું. જ્યાથી બીલીમોરાથી દરિયાઈ માર્ગે આ લાકડું વિદેશમાં પહોંચાડવામાં આવતું હતું. 

બીલીમોરા અને વઘઇ વચ્ચે ચાલતી આ ટ્રેન અંગ્રેજોના સમયમાં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપ હતી. આ ટ્રેન બીલીમોરાથી ઉપડીને ગણદેવી, ચીખલી, રાનકુવા, ધોળીકુવા, અનાવલ, ઉનાઈ, કેવડી રોડ, કાળાઆંબા, ડુંગરડા થઈ વઘઈ પહોંચી હતી. આ ટ્રેન જ્યારે અંબિકા નદીના પુલ ઉપરથી પસાર થાય છે ત્યારે મુસાફરોને પ્રકૃતિનો એક આહલાદક અનુભવ થાય છે. 

આ ટ્રેનમાં ગાડીના ગેટમેન ગાડીમાં બેસીને જ મુસાફરી કરતાં હોય છે અને જ્યાં જ્યાં ફાટક આવે એટલે તેઓ ગાડીમાથી નીચે ઉતરીને ફાટક બંધ કરી અને ફરીથી ખોલીને ટ્રેનમાં બેસી જતાં હોય છે. આ ટ્રેનની ટિકિટ પણ ટ્રેનના ગાર્ડ દ્વ્રારા આપવામાં આવતી હોય છે. આ ટ્રેન ધીમી ગતિએ ચાલતી હોવાથી વચ્ચે વચ્ચે આવતા ગામડાઑમાં ત્યાના લોકો ચાલુ ટ્રેને જ ઉતરી અથવા ચડી જતાં હોય છે. 

હાલમાં આ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવી છે તેમાં એક એસીનો કોચ પણ જોડવામાં આવ્યો છે. જેનું બુકિંગ એ IRTC દ્વારા ઓનલાઈન કરવામાં આવે છે. પ્રવાસીઓ માટે આ ખાસ નવી સુવિધાઓ સાથે આ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવી છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Top Post Ad

Below Post Ad