GPSSB ની એડિશન આસિસ્ટન્ટ એંજિનિયર (સિવિલ) ની પરીક્ષામાં તમારે એક પેપર આપવાનુ રહેશે. આ પરીક્ષા તમારે ૧૫૦ માર્કસની આવશે. જેનું માધ્યમ ગુજરાતી ભાષાનું રહેશે. આ પરીક્ષામાં તમને ૧ કલાક અને ૩૦ મિનિટનો સમય આપવામાં આવશે.
અભ્યાસક્રમ (Syllabus) :
ક્રમ | વિષય | ગુણ | ભાષા |
૧ | સામાન્ય જ્ઞાન | ૩૫ | ગુજરાતી |
૨ | ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ | ૨૦ | ગુજરાતી |
૩ | અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ | ૨૦ | અંગ્રેજી |
૪ | જગ્યાને લગતી કામગીરી અંગેની જરૂરી જાણકારી અને ફરાજપાલનનું મૂલ્યાંકન કરતાં હેતુલક્ષી પ્રશ્નો | ૭૫ | અંગ્રેજી |
કુલ માર્કસ - ૧૫૦ |
વધુ માહિતી:
સામાન્ય જ્ઞાનમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ.
- રમત અને ગમત
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
- પંચાયતી રાજ.
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.
- ગુજરાતી (ધોરણ ૧૦ થી ૧૨)
- સમાનાર્થી
- વિરુદ્ધાર્થી
- છંદ
- સંધિ
- અલંકાર
- સમાસ
- જોડણી
- રૂઢિપ્રયોગ
- શબ્દકોશ
- ગુજરાતી સાહિત્ય
- લેખક અને કવિઓ વિશેના પ્રશ્ન
અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો આવશે.
- ધોરણ ૧૦ સુધીનું અંગ્રેજી
- સામાન્ય વ્યાકરણ
- ભાષાંતર
- સ્પેલિંગ સુધારણા
- શબ્દ રચના
સામાન્ય ગણિતમાં નીચે મુજબના પ્રશનો આવશે.
- સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
- ટાઈમ એન્ડ ડિસ્ટન્સ
- વર્ગ અને વર્ગમૂળ
- ઘનમૂળ
- સંભાવના
- નફો અને ખોટ
- સરેરાશ
- ટકાવારી
- ગુણોત્તર અને પ્રમાણ
- સિલોજીમ
- બ્લડ રિલેશન
- વેન ડાયાગ્રામ
- ક્લોક્સ
- કેલેન્ડર
- નંબર એન્ડ લેટર સીરિઝ
આમ મિત્રો ઉપર મુજબનો અભ્યાસક્રમ તમારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાનો રહેશે. આ અભ્યાસક્રમ GPSSB ની ઓફિશિયલ સાઇટ ઉપર પણ મૂકવામાં આવેલ છે. જો મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમે કોઈ પરીક્ષાનું મટિરિયલ શોધી રહ્યા છો તો તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા તો અમને કોમેન્ટ બોક્સના માધ્યમ દ્વારા જણાવી શકો છો.
technical subjects nu syllabus su che
જવાબ આપોકાઢી નાખો