Type Here to Get Search Results !

GPSSB Laboratory Technician New Exam Syllabus

0
GPSSB Laboratory Technician New Syllabus


નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ની લેબોરેટરી ટેક્નિશિયન (Laboratory Technician) ની પરીક્ષાનો નવો અભ્યાસક્રમ (Syllabus) જે પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તે મૂકી રહ્યા છીએ. જે મિત્રો GPSSB Laboratory Technician Syllabus શોધી રહ્યા છે તે મિત્રો આ પરીક્ષાનો અભ્યાસક્રમ અહિયાં વાંચી શકે છે. 

મિત્રો આ પરીક્ષામાં તમારે એક પેપર આપવાનું રહેશે. જે ૧ કલાક અને ૩૦ મિનિટના સમયગાળામાં આપવાનું રહેશે. મિત્રો લેબોરેટરી ટેક્નિશિયનનું આ પેપર તમારે ૧૫૦ માર્કસ નું આવશે અને તે ગુજરાતી ભાષામાં આવશે. આ પેપર તમારે ઓ.એમઆર. પદ્ધતિથી આપવાનું રહેશે. 

અભ્યાસક્રમ (Syllabus) :


ક્રમ

વિષય

ગુણ

ભાષા

સામાન્ય જ્ઞાન

૩૫

ગુજરાતી

ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ

૨૦

ગુજરાતી

અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ

૨૦

અંગ્રેજી

જગ્યાને લગતી કામગીરી અંગેની જરૂરી જાણકારી અને ફરાજપાલનનું મૂલ્યાંકન કરતાં હેતુલક્ષી પ્રશ્નો

૭૫

અંગ્રેજી

કુલ માર્કસ - ૧૫૦



વધુ માહિતી:

સામાન્ય જ્ઞાનમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ.
  • રમત અને ગમત
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજ.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે. 

  • ગુજરાતી (ધોરણ ૧૦ થી ૧૨)
  • સમાનાર્થી
  • વિરુદ્ધાર્થી
  • છંદ
  • સંધિ
  • અલંકાર
  • સમાસ
  • જોડણી
  • રૂઢિપ્રયોગ
  • શબ્દકોશ
  • ગુજરાતી સાહિત્ય
  • લેખક અને કવિઓ વિશેના પ્રશ્ન
અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો આવશે. 

  • ધોરણ ૧૦ સુધીનું અંગ્રેજી
  • સામાન્ય વ્યાકરણ
  • ભાષાંતર
  • સ્પેલિંગ સુધારણા
  • શબ્દ રચના
સામાન્ય ગણિતમાં નીચે મુજબના પ્રશનો આવશે. 

  • સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
  • ટાઈમ એન્ડ ડિસ્ટન્સ
  • વર્ગ અને વર્ગમૂળ
  • ઘનમૂળ
  • સંભાવના
  • નફો અને ખોટ
  • સરેરાશ
  • ટકાવારી
  • ગુણોત્તર અને પ્રમાણ
  • સિલોજીમ
  • બ્લડ રિલેશન
  • વેન ડાયાગ્રામ
  • ક્લોક્સ
  • કેલેન્ડર
  • નંબર એન્ડ લેટર સીરિઝ
આમ મિત્રો પંચાયત વિભાગની લેબોરેટરી ટેકનિશિયનની (Laboratory Technician) આ પરીક્ષાનો નવો અભ્યાસક્રમ ઉપર મુજબનો રહેશે. મિત્રો તમને આ અભ્યાસક્રમ એ પંચાયત વિભાગની ઓફિશિયલ સાઇટ ઉપર પણ મળી જશે. જો મિત્રો તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે તે અમને કોમેન્ટ બોક્સ અથવા તો કોંટેક્ટ અસ માં જઈને પૂછી શકો છો. ટૂંક સમયમાં જ તમને તેનો જવાબ આપવામાં આવશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Top Post Ad

Below Post Ad