નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB - Gujarat Panchayat Service Selection Board) ની લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર (Live Stock Inspector) ની પરીક્ષાનો અભ્યાસક્રમ (Syllabus) અહિયાં મૂકવા જઈ રહ્યા છીએ. જે મિત્રો GPSSB Live stock Inspector Syllabus શોધી રહ્યા છે તેઓ આ પરીક્ષાનો નવો અભ્યાસક્રમ પંચાયત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ છે તે અહિયાં વાંચી શકે છે.
મિત્રો પંચાયત વિભાગની આ લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરની પરીક્ષામાં તમારે એક પેપર આપવાનું રહેશે. જે ગુજરાતી ભાષામાં આવશે. આ પેપરમાં તમને એક કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ પેપર તમારે ૧૦૦ માર્કસનું આવશે. જે તમારે ઓ.એમ.આર. પદ્ધતિથી આપવાનું રહેશે.
અભ્યાસક્રમ (Syllabus) :
ક્રમ | વિષય | ગુણ | ભાષા |
૧ | સામાન્ય જ્ઞાન | ૨૦ | ગુજરાતી |
૨ | ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ | ૧૫ | ગુજરાતી |
૩ | અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ | ૧૫ | અંગ્રેજી |
૪ | જગ્યાને લગતી કામગીરી અંગેની જરૂરી જાણકારી અને ફરાજપાલનનું મૂલ્યાંકન કરતાં હેતુલક્ષી પ્રશ્નો | ૫૦ | ગુજરાતી અને અંગ્રેજી |
કુલ માર્કસ - ૧૦૦ |
વધુ માહિતી:
સામાન્ય જ્ઞાનમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ.
- રમત અને ગમત
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
- પંચાયતી રાજ.
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.
- ગુજરાતી (ધોરણ ૧૦ થી ૧૨)
- સમાનાર્થી
- વિરુદ્ધાર્થી
- છંદ
- સંધિ
- અલંકાર
- સમાસ
- જોડણી
- રૂઢિપ્રયોગ
- શબ્દકોશ
- ગુજરાતી સાહિત્ય
- લેખક અને કવિઓ વિશેના પ્રશ્ન
અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં નીચે મુજબના પ્રશ્નો આવશે.
- ધોરણ ૧૦ સુધીનું અંગ્રેજી
- સામાન્ય વ્યાકરણ
- ભાષાંતર
- સ્પેલિંગ સુધારણા
- શબ્દ રચના
સામાન્ય ગણિતમાં નીચે મુજબના પ્રશનો આવશે.
- સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
- ટાઈમ એન્ડ ડિસ્ટન્સ
- વર્ગ અને વર્ગમૂળ
- ઘનમૂળ
- સંભાવના
- નફો અને ખોટ
- સરેરાશ
- ટકાવારી
- ગુણોત્તર અને પ્રમાણ
- સિલોજીમ
- બ્લડ રિલેશન
- વેન ડાયાગ્રામ
- ક્લોક્સ
- કેલેન્ડર
- નંબર એન્ડ લેટર સીરિઝ
આમ મિત્રો પંચાયત વિભાગની (GPSSB) લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર (Live stock Inspector) ની આ પરીક્ષાનો અભ્યાસક્રમ (Syllabus) તમારે ઉપર મુજબનો રહેશે. જે તમે પંચાયત વિભાગની ઓફિશિયલ સાઇટ ઉપર પણ જોઈ શકો છો. મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ દ્વારા અથવા તો કોન્ટેકટ અસ દ્વારા પણ જણાવી શકો છો.