Ads Area

GSSSB હેડ ક્લાર્ક ની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી

GSSSB Head Ckerk Exam Informaton In Gujarati


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા સચિવાલય વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાની વડાની કચેરીઑ માટે હેડ ક્લાર્ક (Head Clerk) વર્ગ - ૩ (Class - 3) ની ભરતી કરવામાં આવતી હોય છે. આજે આપણે GSSSB Head Clerk ની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આ ભરતી માટેના નિયમો અને અભ્યાસક્રમ મોટાભાગના વિધાર્થીઓને ખબર હોતી નથી માટે અમે આજે અહિયાં તમને તેના વિશે જાણકારી આપવાના છીએ. તો ચાલો હવે આપણે હેડ ક્લાર્ક વર્ગ - ૩ ની પરીક્ષા વિશે જાણકારી મેળવીએ. 

પગાર ધોરણ:

નાણાં વિભાગના ઠરાવ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ૩૧,૩૪૦ નિયત ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવે છે. 

શૈક્ષણિક લાયકાત:

સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાથી અથવા અન્ય માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાથી તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. આ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જ આમાં અરજી કરી શકે છે. 

કોમ્પ્યુટરની જાણકારી:

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તેમજ સરકારી ઠરાવથી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાથી કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા/ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. 

જો તમારે ધોરણ ૧૦ અથવા તો ધોરણ ૧૨ માં કોમ્પ્યુટર વિષય સાથે પાસ થયેલા છો તો તે પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે. જો તમારી પાસે કોમ્પ્યુટરનું કોઈપણ પ્રમાણપત્ર નથી તો પણ તમે અરજી કરી શકો છો. પરંતુ તેવા ઉમેદવારોએ નિમણૂક સમયે તે પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા નુમણૂક અધિકારી સમક્ષ અચૂકપણે રજૂ કરવાનું રહેશે. જો તમે તે રજૂ નથી કરતાં તો તમારી પસંદગી રદ્દ કરવામાં આવશે. 

વયમર્યાદા:

હેડ ક્લાર્ક વર્ગ - ૩ ની ભરતી માટે તમારી વયમર્યાદા ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. (જ્યારે મંડળ નોટિફિકેશન બહાર પાડે છે તો તેમાં તે તારીખ લખેલી હોય છે જે તારીખ સુધી તમારી ઉંમર ૩૫ થી વધુ ન થતી હોવી જોઈએ.) સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલાઓ ઉમેદવારો તેમજ માજી સૈનિક, શારીરિક વિકલાંગ ઉમેદવારો અને સરકારી સેવામાં અગાઉથી ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર હોય છે. જે નોટિફિકેશન બહાર પડે ત્યારે તેમાં જોઈ લેવુ. 

નોંધ: શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, EWS માટે પાત્રતા પ્રમાણપત્ર, નોન-ક્રિમિલેયર સર્ટિ અને અન્ય જરૂરી લયકાત એ નોટિફિકેશનમાં જે તારીખ સુધી માન્ય રાખવામા આવી હોય તે જણાવેલ હશે. તે અચૂકપણે કોઈપણ ભરતીની જાહેરાત આવે તેમાં વાંચી લેવી. 

પરીક્ષા પદ્ધતિ (Syllabus):

પરીક્ષા પદ્ધતિ જોવા જઈએ તો પ્રથમ તમારે લિખિત કસોટી આવશે જે વૈકલ્પિક કસોટી હશે અને ત્યારબાદ બીજા તબક્કામાં એટ્લે કે કોમ્પ્યુટર પરીક્ષા માટે કુલ જગ્યાના મેરીટના ધોરણે કેટેગરી વાઇઝ અંદાજિત ત્રણ ગણા ઉમેદવારોને કોમ્પ્યુટર પરીક્ષા માટે બોલાવવામાં આવશે. 

ભાગ - ૧ : લેખિત કસોટી - OMR પ્રશ્નપત્ર - ગુણ ૨૦૦ - સમય ૨ કલાક

ક્રમ

વિષય

ગુણ

સમયગાળો

સામાન્ય જ્ઞાન: ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, કલા અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો ભારત અને ગુજરાત, કોમ્પ્યુટરને લગતું બેઝિક જ્ઞાન, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ, ડિઝાસ્ટર મેનેજમેંટ

૮૦

 

 

 

 

 

 

 

 

 

 

 

૧૨૦ મિનિટ

ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય

૫૦ ગુણ

અંગ્રેજી વ્યાકરણ

૪૦ ગુણ

ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ

૩૦ ગુણ

કુલ ગુણ : ૨૦૦- દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
- ઉમેદવારે બધા પ્રશ્નોનાં જવાબ આપવાના રહેશે. 
- ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ કાપવામાં આવશે. 
- તમને "E" ઓપ્શન આપવામાં આવેલ હશે જે તમને પ્રશ્ન ના આવડતો હોય તો "E" ઓપ્શન ટીક કરવાનો રહેશે. 

ભાગ - ૨ કોમ્પ્યુટર પ્રિફિયન્સી કસોટી : ગુણ ૧૦૦ - સમય ૧ કલાક ૩૦ મિનિટ

ક્રમ

ટેસ્ટની વિગત

માર્ક

સમય

ગુજરાતી ટાઈપિંગ

૩૦ માર્ક

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

૧ કલાક ૩૦ મિનિટ

અંગ્રેજી ટાઈપિંગ

૨૦ માર્ક

કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન જેમ કે વર્ડ ફાઇલ તૈયાર કરવીતમને ત્યાં આપવામાં આવેલ ડેટા મુજબ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવું, એક્સેલ સ્પ્રેડશીટ તૈયાર કરવી અને અંકગણિત સમસ્યાઓનો ઉકેલ લાવવો, ઇ-મેલ્સ

૫૦ માર્ક

કુલ ગુણ : ૧૦૦- હેડ ક્લાર્ક વર્ગ - ૩ સંવર્ગની જગા માટેની મેરીટ યાદી એ ભાગ - ૧ અને ભાગ - ૨ બંનેમાં મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. 

- આ જાહેરાત હેઠળની જગા માટે મૌખિક કસોટી લેવામાં આવશે નહીં. 

આમ આપણે ઉપર મુજબ સચિવાલય વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાની વડાની કચેરીઑ માટે હેડ ક્લાર્ક (Head Clerk) વર્ગ - ૩ (Class - 3) પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી મેળવી. મંડળ જ્યારે નોટિફિકેશન બહાર પાડે ત્યારે આખી જાહેરાત વાંચી અને પછી તમારે તેના માટે અરજી કરવી. અમુક ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવતા હોતા નથી અને અરજી કરતાં હોય છે. જે પાછળથી તેમને ખબર પડતી હોય છે. માટે પહેલા કોઈપણ જાહેરાત માટે અરજી કરો તો તેની સંપૂર્ણ વિગતો વાંચી લેવી. તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આભાર. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area