Type Here to Get Search Results !

Gujarat Police Constable Bharti 2021 - Check Age Limit, Eligibility, Physical Efficiency, Syllabus, Fee Here

0
નમસ્કાર મિત્રો, ખૂબ લાંબા સમયથી ગુજરાતનાં યુવાનો ગુજરાત પોલીસ કોન્સટેબલની ભરતીની (Gujarat Police Constable Recruitment) રાહ જોઈ રહ્યા હતા. અંતે લોકરક્ષક ભરતી બોર્ડ (Lokrakshak Recruitment Board-LRB) દ્વારા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) ની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે મિત્રો Gujarat Police Constable Recruitment 2021 માટે ફોર્મ ભરવા માંગતા હોય તે નીચે આપેલ માહિતી ધ્યાનથી વાંચે.

તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૨૩/૧૦/૨૦૨૧ (બપોરના ૧પ.૦૦ કલાક) થી તા.૦૯/૧૧/૨૦૨૧ (રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in  વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Gujarat Police Constable Recruitment 2021


Gujarat Police Constable Recruitment 2021: 

સંવર્ગ:

બિન હથિયારી  પોલીસ કોન્સ્ટેબલ- લોકરક્ષક
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ- લોકરક્ષક
એસ.આર. પી.એફ. કોન્સ્ટેબલ 

કુલ જગ્યાઓ:

બિન હથિયારી  પોલીસ કોન્સ્ટેબલ- લોકરક્ષક: ૫,૨૧૨
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ- લોકરક્ષક: ૭૯૭
એસ.આર. પી.એફ. કોન્સ્ટેબલ: ૪,૫૫૦

વય-મર્યાદા (સામાન્ય):

લઘુત્તમ-૧૮ વર્ષ
મહત્તમ-૩૩ વર્ષ

શૈક્ષણિક લાયકાત:

ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧પ/૦પ/ર૦૧ર ના ઠરાવ નં.રવભ-૧૦ર૦૧૧-યુ.ઓ.૧૯૦.ક માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨  સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.

કોમ્પ્યુટર જ્ઞાન :

કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઇપણ ડિપ્લોમા/ડીગ્રી કે સર્ટીફિકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા અથવા ધોરણ-૧૦ અથવા ધોરણ-૧રની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે. 

શારીરિક ધોરણો (લઘુતમ): 

(એ) પુરૂષ ઉમેદવારો માટે : 

* અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે: 
ઉંચાઇ (સે.મી. માં) :૧૬૨
છાતી (સે.મી. માં): ફુલાવ્યા વગરની:૭૯  |  ફુલાવેલી:૮૪
વજન (કિ.ગ્રા. માં): ૫૦

* અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે:
ઉંચાઇ (સે.મી. માં) :૧૬5
છાતી (સે.મી. માં): ફુલાવ્યા વગરની:૭૯  |  ફુલાવેલી:૮૪
વજન (કિ.ગ્રા. માં): ૫૦

(બી) મહિલા ઉમેદવારો માટે : 

* અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે: 
ઉંચાઇ (સે.મી. માં) :૧૫૦
વજન (કિ.ગ્રા. માં): ૪૦

* અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે:
ઉંચાઇ (સે.મી. માં) :૧૫૫
વજન (કિ.ગ્રા. માં): ૪૦

ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે. 

(૧) વાંકા ઢીંચણવાળા (Knock Knee)
(ર) ફુલેલી છાતી (Pigeon Chest)
(૩) ત્રાંસી આંખ (Squint Eye)
(૪) સપાટ પગ (Flat Feet)
(પ) કાયમની અતિશય ફુલેલી નસ (Varicose Veins)
(૬) ફુલેલો અંગુઠો (Hammer Toes)
(૭) અસ્થિભંગ અંગ (Fractured Limb)
(૮) સડેલા દાંત (Decayed Teeth)
(૯) ચેપી ચામડીના રોગ (Communicable Skin Disease)
(૧૦) રંગ અંધત્વની ખામી (Color Blindness)

શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) : 

 

તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ  સંયુકત શારીરિક કસોટી યોજાશે.

દોડ

પુરૂષ

(ક)

૫૦૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૨૫ મિનિટમાં દોડ પુરી કરવાની રહેશે.

મહિલા

(ખ)

૧૬૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે.

એક્સ સર્વિસમેન

(ગ)

૨૪૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે.



(એ) પુરૂષ ઉમેદવારો માટે : 

Ø  ૫૦૦૦ મીટરની દોડ મહત્તમ ૨૫ મિનીટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે લીધેલ સમય મુજબ ગુણભાર નીચે મુજબ રહેશે.


  • ૨૦ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૨૫ માકર્સ
  • ૨૦ મિનીટ કરતા વધુ અને ૨૦.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૨૪ માકર્સ
  • ૨૦.૩૦ મિનીટ કરતા વધુ અને ૨૧ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૨૩ માકર્સ
  • ૨૧ મિનીટ કરતા વધુ અને ૨૧.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  - ૨૨ માકર્સ
  • ૨૧.૩૦ મિનીટ કરતા વધુ અને ૨૨ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૨૦ માકર્સ
  • ૨૨ મિનીટ કરતા વધુ અને ૨૨.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૧૮ માકર્સ
  • ૨૨.૩૦ મિનીટ કરતા વધુ અને ૨૩ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૧૬ માકર્સ
  • ૨૩ મિનીટ કરતા વધુ અને ૨૩.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૧૪ માકર્સ
  • ૨૩.૩૦ મિનીટ કરતા વધુ અને ૨૪ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  - ૧૨ માકર્સ
  • ૨૪ મિનીટ કરતા વધુ અને ૨૫ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૧૦ માકર્સ
  • ૨૫ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર - નાપાસ
(બી) મહિલા ઉમેદવારો માટે : 

Ø  ૧૬૦૦ મીટરની દોડ મહત્તમ ૯.૩૦ મિનીટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે લીધેલ સમય મુજબ ગુણભાર નીચે મુજબ રહેશે.


  • ૭ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૨૫ માકર્સ
  • ૭ મિનીટ કરતા વધુ અને ૭.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  - ૨૩ માકર્સ
  • ૭.૩૦ મિનીટ કરતા વધુ અને ૮ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  - ૨૧ માકર્સ
  • ૮ મિનીટ કરતા વધુ અને ૮.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  - ૧૮ માકર્સ
  • ૮.૩૦ મિનીટ કરતા વધુ અને ૯ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૧૫ માકર્સ
  • ૯ મિનીટ કરતા વધુ અને ૯.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૧૦ માકર્સ
  • ૯.૩૦ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર - નાપાસ
(સી) એકસ સર્વિસમેન ઉમેદવારો માટે : 

૨૪૦૦ મીટરની દોડ મહત્તમ ૧૨.૩૦ મિનીટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે લીધેલ સમય મુજબ ગુણભાર નીચે મુજબ રહેશે. 

  • ૯.૩૦ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  - ૨૫ માકર્સ
  • ૯.૩૦ મિનીટ કરતા વધુ અને ૧૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૨૩ માકર્સ
  • ૧૦ મિનીટ કરતા વધુ અને ૧૦.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  - ૨૧ માકર્સ
  • ૧૦.૩૦ મિનીટ કરતા વધુ અને ૧૧ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  - ૧૯ માકર્સ
  • ૧૧ મિનીટ કરતા વધુ અને ૧૧.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  - ૧૭ માકર્સ
  • ૧૧.૩૦ મિનીટ કરતા વધુ અને ૧૨ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૧૫ માકર્સ
  • ૧૨ મિનીટ કરતા વધુ અને ૧૨.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને - ૧૦ માકર્સ
  • ૧૨.૩૦ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર - નાપાસ

શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) માં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની  શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test) લેવામાં આવશે. જેમાં ઉપર જણાવેલ મુજબ ઉંચાઇ, છાતી અને વજનની માપણી કરવામાં આવશે.

શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) તથા શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test) માં ઉત્તીર્ણ તમામ ઉમેદવારોને અથવા મેરીટના આધારે ખાલી જગ્યાના કેટેગીરીવાઇઝ ૮ (આઠ) ગણા ઉમેદવારોને બંન્નેમાંથી જે ઓછા હોય તેટલાને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

પરીક્ષા ફી : 

જનરલ (General) કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા પોસ્ટ ઓફીસ/બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. (Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes, EWS, Ex Service Men ઉમેદવારોએ ફી ભરવાની નથી.)

અ.નં.

કેટેગરી

ફી ની રકમ

GENERAL

રૂ. ૧૦૦


પોસ્ટ ઓફીસમાં ફી ભરવાની છેલ્લી તા.૧૨/૧૧/૨૦૨૧ (કચેરી સમય સુધી) તથા ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તા.૧૨/૧૧/૨૦૨૧ (રાત્રિ કલાકઃ ૨૩.૫૯ સુધી) છે.

લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ (Syllabus) :

તમામ જગ્યાની ભરતી માટે ૧૦૦ હેતુલક્ષી (ઓબ્જેકટીવ)પ્રશ્નોની લેખિત પરીક્ષા લેવાશે. જેમાં દરેક પ્રશ્નના એક ગુણ લેખે કુલ ગુણ ૧૦૦ રહેશે. જે પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. 
  • સામાન્ય જ્ઞાન
  • વર્તમાન પ્રવાહો
  • કોમ્પ્યુટર જ્ઞાન
  • મનોવિજ્ઞાન
  • ઇતિહાસ
  • ભૂગોળ
  • સમાજ શાસ્ત્ર
  • માનસિક ક્ષમતા
  • વિજ્ઞાન 
  • ભારતના બંધારણના પાયાના સિધાંતો
  • ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
  • ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩
  • ભારતીય પૂરાવા અધિનિયમ-૧૮૭૨
લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.
લેખિત પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે લુઘત્તમ લાયકાત ૪૦% રહેશે. 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Top Post Ad

Below Post Ad