(Photo Credit : istockphoto.com)
ઈતિહાસ અને હેતુ:
વર્ષ ૧૯૬૫ ના ૧૭ મી નવેમ્બરના રોજ યુનેસ્કો (UNESCO) દ્વાર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાની જાહેતર કરવામાં આવી હતી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાની શરૂઆત એ વર્ષ ૧૯૬૬ થી કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ એ ઉપર જણાવ્યા મુજબ લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો અને માનવ વિકાસ અને ચેતનાને પ્રોત્સાહન આપવાનો છે. દરેક વ્યક્તિ અને સમુદાય સાક્ષરતાનું મહત્વ સમજે અને જાણે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સાક્ષરતા એટલે શું ?
સાક્ષરતા શબ્દ એ સાક્ષર ઉપરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે લખવા અને વાંચવામાં સક્ષમ. કોઈપણ વ્યક્તિ જે સારી રીતે લખી અને વાંચી શકે છે તેને સાક્ષર કહેવામા આવે છે. તેની વ્યાખ્યા જોવા જઈએ તો ભારતમાં ૭ વર્ષ ની અથવા તો તેનાથી મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિ સારી રીતે લખી અને વાંચી શકે છે તો તે સાક્ષર કહેવાય છે. ૭ વર્ષથી ઓછી ઉંમરનું બાળક લખી અથવા વાંચી શકે છે તો પણ તેનો સમાવેશ સાક્ષરતામાં કરવામાં આવતો નથી.
વધુ માહિતી:
વર્ષ ૨૦૧૧ માં ભારતનો કુલ સાક્ષરતા દર ૭૪.૪ ટકા છે. જેમાં દેશનું સૌથી સાક્ષર રાજ્ય એ કેરળ છે. જેનો સાક્ષરતા દર ૯૩.91 ટકા છે. દેશનું સૌથી ઓછું સાક્ષર રાજ્ય બિહાર છે. જેનો સાક્ષરતા દર ૬૬.૮૨ છે. સમગ્ર દેશમાં જોવા જોઈએ તો ૮૪.૭ ટકા પુરુષો અને ૭૦.૩ ટકા મહિલાઓ સાક્ષરતા ધરાવે છે.
વર્ષ ૨૦૧૧ માં ગુજરાતનો સાક્ષરતા દર જોવા જઈએ તો ગુજરાતનો કુલ સાક્ષરતા દર ૭૯.૩૧ ટકા છે. ગુજરાતનું સૌથી સાક્ષર જિલ્લો સુરત ગણવામાં આવે છે. જેનો સાક્ષરતા દર ૮૫.૫૦ ટકા છે. ગુજરાતનો સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ છે. જેનો સાક્ષરતા દર એ ૫૮.૮૦ ટકા છે.
Nice
જવાબ આપોકાઢી નાખો