(Photo Credit : iStock)
ઈતિહાસ અને મહત્વ:
આઝાદી પછી જ્યારે બંધારણ સભાની સામે રાષ્ટ્રભાષાનો પ્રશ્ન ઉભો થયો, ત્યારે બંધારણના ઘડવૈયાઓ સામે હિન્દી શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સામે આવ્યું. જોકે, જ્યારે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવી ત્યારે કેટલાક લોકો તેની વિરુદ્ધ પણ હતા. પછી હિન્દી અને અંગ્રેજી બંનેને સત્તાવાર ભાષાઓ તરીકે પસંદ કરવામાં આવી. આ પછી, બંધારણ સભાએ ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ ના રોજ હિન્દીને સત્તાવાર ભાષા જાહેર કરી. તે જ સમયે, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની ભલામણ પછી, ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૩ થી હિન્દી દિવસ ઉજવવાનું શરૂ થયું. વિશ્વ હિન્દી દિવસ ૧૦ જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ વિદેશમાં રહેતા લોકો હિન્દી ભાષાનું મહત્વ સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ દિવસે દેશભરમાં અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
હિન્દી ભાષા:
હિન્દી એ દુનિયામાં સૌથી વધુ બોલનારી ભાષાઓમાની એક ભાષા છે. હિન્દી એ ભારતની સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા તરીકે ગણવામાં આવે છે. હિન્દી ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે. ભારત અને વિદેશમાં થઈને હિન્દી ભાષા એ ૬૦ કરોડથી પણ વધુ લોકો બોલી શકે છે અને લખી શકે છે અને વાંચી શકે છે. હિન્દી ભાષા એ દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તરે જોઈએ તો તેમાં સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય બંધારણના ભાગ ૧૭ માં અનુચ્છેદ ૩૪૩ (૧) માં જણાવ્યા મુજબ સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.