૨૧ સદીમાં ભારતના યુવાનોને કેવા શિક્ષણની જરૂર છે, તેની સાથે કેવા કૌશલ્યની જોઈએ તે વિષય ઉપર આ નવી શિક્ષણ નીતિને ઘડવામાં આવી છે. ભારતને શક્તિશાળી બનાવવા માટે અને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવા માટે, ભારતના નાગરિકોને વધુ સશક્ત બનાવવા માટે પણ આ શિક્ષણ નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. ભારતનો વિધાર્થી બાલમંદિરમાં હોય કે પછી કોલેજમાં હોય તે વૈજ્ઞાનિક પદ્ધતિએ ભણી રહ્યા હોય પણ જો તેઓ ઝડપથી બદલાતા સમય અને ઝડપથી બદલાતી જરૂરિયાતોને અનુલક્ષીને ભણશે તો એ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું મોટું યોગદાન આપી શકશે.
નવી શિક્ષણ નીતિમાં શાળા અભ્યાસક્રમમાં ૧૦+૨ માળખામાંથી આગળ વધીને ૫+૩+૩+૪ નું માળખું આપવું એ આ જ દિશામાં ભરેલું એક ડગલું છે. અત્યારસુધીની શિક્ષણ પદ્ધતિમાં બાળકો શું વિચારે છે તે અગત્યનું હતુ પણ હવે આ શિક્ષણ નીતિમાં બાળકે કેવી રીતે વિચારવું તેને મહત્વનુ ગણવામાં આવ્યું છે.
નવી શિક્ષણ નીતિ વિશેની સંપૂર્ણ માહિતી નીચેની પીડીએફ ફાઇલમાં આપેલી છે. જે તમે ઓનલાઈન પણ વાંચી શકો છો અથવા તો નીચે આપેલ લિન્ક દ્વારા તેને ડાઉનલોડ કરીને પણ વાંચી શકો છો. અમે અમારી આ સાઇટ ઉપર દરેક પ્રકારનું પરીક્ષાલક્ષી સાહિત્ય મૂકેલું છે. જે તમને આવનારી સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો. જો તમને કોઈ મટિરિયલ ન મળતું હોય તો તમે અમારો કોંટેક્ટ કરી શકો છો અને અમને જણાવી શકો છો. અમે ટૂંક સમયમાં જ તેને અપલોડ કરીશું. આભાર.
ડાઉનલોડ કરો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ પીડીએફ ફાઇલ: અહિયાં ક્લિક કરો