(Photo Credit: Wikipedia)
ઈતિહાસ:
રિસર્ચ એન્ડ એનાલિસ વિંગ ની સ્થાપના પહેલા વિદેશી માહિતીઓ એકઠી કરવાનું કામ ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) દ્વારા કરવામાં આવતું હતુ જેની સ્થાપના બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૧૯૩૩ માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું ત્યારે ઈન્ટેલિજન્સ બ્યૂરોની ભારતીય સરહદી વિસ્તાર ઉપર માહિતી એકત્ર કરવાની જવાબદારીઓ વધી ગઈ હતી. ૧૯૪૭ માં આઝાદી બાદ સંજીવ પિલ્લાઈએ પ્રથમ ભારતીય આઈબી (ઈન્ટેલિજન્સ બ્યૂરો) ના ડિરેક્ટર તરીકે ભૂમિકા નિભાવી હતી. વર્ષ ૧૯૪૯ માં પિલ્લાઈ દ્વારા એક નાનું વિદેશી ગુપ્તચર ઓપરેશન શરૂ કર્યું હતું પણ તેમાં બિનકાર્યક્ષમતા જોવા મળી હતી. ૧૯૬૨ અને ૧૯૬૫ ના યુદ્ધમાં આઈબી દ્વારા યોગ્ય કામગીરી ન કરવાના પગલે જવાહરલાલ નહેરુ દ્વારા અલગ વિદેશી ગુપ્તચર સંસ્થા બનાવવાનું કહેવામા આવ્યું હતું.
વર્ષ ૧૯૬૮ માં ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા પછી નિંર્ણય લેવામાં આવ્યો કે હવે એક નવી સુરક્ષા સંસ્થાની જરૂર છે. આર.એન.કાઓ તે સમયે આઈબીના ડેપ્યુટી ડિરેક્ટર હતા તેમણે નવી સંસ્થાની રચના રજૂ કરી હતી અને તેઓને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થા સંશોધન અને વિશ્લેષણ વિંગ (રો) ના સચિવ બનાવવામાં આવ્યા હતા.
ઉદ્દેશ્ય:
વિદેશી સરકારો અને લશ્કરની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે, સોવિયત યુનિયન અને ચીન વચ્ચેની ઘટનાઓ પર ધ્યાન આપવાનું, કારણ કે બંને ભારતના સામ્યવાદી પક્ષોને પ્રભાવિત કરવામાં સક્ષમ છે. પાકિસ્તાનને મોટાભાગના યુરોપીયન દેશો, અમેરિકા અને ચીન તરફથી મળી રહેલી સૈન્ય સહાયને નિયંત્રિત કરવી. આતંકવાદી પ્રવૃતિઓને રોકવાનું અને બીજા અન્ય ઘણા ઉદ્દેશ્ય છે.
Indian Intelligence Setup:
(Photo Credit: Wikipedia)
Structure of Research and Analysis Wing (RAW):
(Photo Credit : Wikipedia)