Ads Area

World Coconut Day - જાણો વિશ્વ નારિયેળ દિવસ વિશે અને નારિયેળના વિવિધ ફાયદાઓ વિશે

World Coconut Day Photo

(Image Credit: Pixabay.Com)

દર વર્ષે ૨ સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ નારિયેળ દિવસ' (World Coconut Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ એ નારિયેળ નું મહત્વ સમજાવવાનો અને તેની ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આપણાં દેશમાં સદીઓથી નારિયેળનું આધ્યાત્મિક અને ઔષધિય મૂલ્ય રહેલું છે. પુજા-પાઠ માં અથવા તો શરીરની શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં નારિયેળ ખૂબ ઉપયોગી હોય છે. નારિયેળની મહત્વતા ને ધ્યાનમાં રાખીને દર વર્ષે ૨ જી સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ નારિયેળ દિવસ' ઉજવવામાં આવે છે. 

વિશ્વ નારિયેળ દિવસનો ઇતિહાસ:

આ દિવસ સૌપ્રથમ ૨૦૦૯ માં એશિયા પેસિફિક કોકોનટ કોમ્યુનિટી દ્વારા ઉજવવામાં આવ્યો હતો. મુખ્યત્વે, એશિયન અને પેસિફિક પ્રદેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે આ પ્રદેશોમાં વિશ્વમાં સૌથી વધુ નાળિયેર ઉત્પાદન કેન્દ્રો છે. વિશ્વમાં નારિયેળ દિવસ વિશ્વભરમાં મનાવવામાં આવે છે જેથી તે કેવી રીતે ઉગાડવામાં અને સાચવી શકાય તે અંગે જાગૃતિ લાવવા સાથે ફળના ફાયદાઓને સમજવામાં આવે. ભારત પણ આ દિવસને ઉજવવામાં આવે છે. નાળિયેર વિકાસ બોર્ડ વિવિધ રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા વગેરેમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. 

કાચું નારિયેળ ખાવાના ફાયદા:

કાચું નારિયેળ ખાવાના ઘણા ફાયદા છે કેમ કે તેમાં ઘણા પોષક તત્વો રહેલા છે. કોપર, સેલેનિયમ, આયર્ન, ફૉસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ઘણા ઉપયોગી તત્વો રહેલા હોય છે. તેમાં રહેલી ચરબીની ગણતરી તંદુરત ચરબીમાં થાય છે જે તમારા શરીરને વધારે સારી રીતે કાર્ય કરવામાં મદદરૂપ બને છે. 

જો તમને કબજિયાતની સમસ્યા હોય તો નારિયેળ ખાવાથી તેમાં ફર્ક પડી શકે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી તમને કબજિયાતની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. તમારા કોલેસ્ટ્રોલ લેવલ ને પણ કંટ્રોલ રાખે છે. નાળિયેરમાં હાજર ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ શરીરમાં ચરબી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે અને ભૂખને ઓછી કરે છે જેનાથી તમારા શરીર નું વજન ઓછું કરવામાં મદદ મળે છે. સૌથી સારી વાત એ છે કે જ્યારે તમે તેને ચાવશો, ત્યારે તમારા જડબાની વધુ સારી કસરત થશે, જે તેના આકારને સુધારે છે. ચહેરાના સ્નાયુઓને વ્યાયામ કરવાની આ એક સરસ રીત છે.

ગળામાં દુખાવો અને બ્રોંકાઈટિસ જેવી બીમારીથી પીડાતા લોકો માટે કાચું નારિયેળ એ ખૂબ ઉપયોગી સાબિત થતું હોય છે. કોવિડ-૧૯ ના સમયગાળા દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ખૂબ ઉપયોગી બન્યું છે. કાચા નારિયેળથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. કાચું નારિયેળ અલ્ઝાઇમર જેવા રોગોને થતાં અટકાવવામાં પણ અસરકારક નિવડ્યું છે અને તેના સેવનથી માનસિક સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે છે.  

નારિયેળ પાણી પીવાના ફાયદા:

નારિયેળ પાણી પીવાના ઘણા બધા ફાયદા છે. તેમાં દૂધ કરતાં પણ વધારે પોષકતત્વો રહેલા હોય છે. નારિયેળ પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી શરીરમાં રહેલી પાણીની કમીને પણ દૂર કરી શકાય છે. શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને વધારવા માટે નારિયેળ પાણી એ ખૂબ જ ફાયદાકારક છે. કોરોનાના સમયગાળા દરમિયાન નારિયેળ પાણી એ ઇમ્યુનિટી સિસ્ટમ વધારવામાં ખૂબ જ ફાયદાકારણ નિવડ્યું છે. 

નારિયેળ પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તેથી પેટની ચરબી ઓછી કરવામાં તે ઉપયોગી બને છે. પેટના સંબંધિત સમસ્યાઓ ને પણ નારિયેળ પાણી દ્વારા દૂર કરી શકાય છે. નાળિયેર પાણીનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ થાય છે. 

તે ત્વચા માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. તે ચહેરા પરથી ખીલ, કરચલીઓ, ફ્રીકલ્સ અને ડાઘ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. વળી, તેના સેવનથી ત્વચાની ચમક પણ વધે છે, કારણ કે તે કુદરતી મોઇશ્ચરાઇઝર છે. ત્વચા ઉપરાંત, તે વાળ માટે પણ ફાયદાકારક છે. આ સાથે, ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ શકે છે.

આમ ઉપર મુજબ આપણે 'વિશ્વ નારિયેળ દિવસ' વિશે માહિતી મેળવી અને તે શા માટે ઉજવવામાં આવે છે તેના વિશે પણ જાણકારી મેળવી અને કાચું નારિયેળ ખાવાના ફાયદા અને નારિયેળ પાણી પીવાના વિવિધ ફાયદાઓ આપણે જોયા. મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સ દ્વારા અમને પૂછી શકો છો. અમે ટૂંક સમયમાં જ તમને જવાબ આપીશું. આભાર. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area