(Photo Credit : iStock)
વિશ્વ ગુલાબ દિવસ ઉજવવાની શરૂઆત કેનેડા દેશની મેલિન્ડા રોઝ જે માત્ર ૧૨ વર્ષની ઉંમરે બ્લડ કેન્સરથી પીડિત હતી. જ્યારે તેની સારવાર ચાલી રહી હતી ત્યારે ડોક્ટરોએ કીધું હતું કે તે માત્ર ૨ અઠવાડીયા જ જીવિત રહેશે. ડોકટરોની આ વાત સાંભળીને મેલિન્ડાએ હાર ન માની અને તે પોતે આ બીમારી સામે મજબૂત બની અને તે ૬ મહિના સુધી જીવિત રહી. પણ, ૨૨ મી સપ્ટેમ્બરના રોજ તેનું નિધન થયું. ત્યારબાદ કેનેડાની સરકારે ૧૨ વર્ષની છોકરીનું કેન્સર પ્રતિ હિમ્મત જોઈને ૨૨ સપ્ટેમ્બર ૧૯૯૪ ના રોજ ગુલાબ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારથી લઈને આજ સુધી દરેક કેન્સર પીડિતને પ્રોત્સાહિત કરવા અને તેમને જાગૃત કરવા માટે દર વર્ષે ૨૨ સપ્ટેમ્બરે ગુલાબ આપીને વિશ્વ ગુલાબ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજના દિવસે તમે કેન્સર પીડિત દર્દીને ગુલાબનું ફૂલ આપી અથવા તો ફૂલોનો ગચ્છો આપીને તેમને ખુશ કરી શકો છો. તમે તેમને કાર્ડ્સ અથવા તો તેમના કામની વસ્તુ હોય તે આપીને પણ ખુશ કરી શકો છો. તેમના સાથે સમય વિતાવીને કઈક નવું પ્લાન પણ કરી શકો છો. પોતાના પરિવારને અને અન્ય લોકોને કેન્સર પ્રત્યે જાગૃત પણ કરી શકો છો. સોશિયલ મીડિયા ઉપર કેમ્પેન ચલાવીને પણ કેન્સર પીડિતોની મદદ કરી શકો છો.