(Photo Credit : pixabay.com)
ઇતિહાસ:
ઇન્ટરનેશનલ એસોશિએશન ફોર સ્યૂસાઇડ પ્રિવેન્શન (IASP) અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ મળીને વર્ષ ૨૦૦૩ માં આ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી અને ત્યારથી દર વર્ષે ૧૦ મી સપ્ટેમ્બર ના રોજ વિશ્વ આપઘાત નિવારણ દિવસ ઉજવવામાં આવે છે.
ઉદ્દેશ્ય:
આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ આત્મહત્યાને રોકવાનો અને તે પ્રત્યે લોકોમાં જાગરુકતા ફેલાવવાનો છે. આ દિવસ આત્મહત્યા રોકવા માટે ઉજવવામાં આવે છે. આ કારણોસર દર વર્ષે આત્મહત્યા ને રોકવા માટે એક નવી થીમ રાખવામાં આવે છે અને દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વધુ માહિતી:
કોરોના મહામારીના આગમન બાદ દેશ અને દુનિયામાં આત્મહત્યાના કેસોમાં અચાનક વધારો થયો છે. કોવિડ - ૧૯ એ લોકોની માનસિક, શારીરિક અને આર્થિક મુશ્કેલીઓમાં ઘણો વધારો કર્યો છે. ડેટા અનુસાર, કોરોના સમયગાળા દરમિયાન આત્મહત્યાના કેસોમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આત્મહત્યા પર સમગ્ર દેશમાં માનસિક સ્વાસ્થ્ય અંગે નિષ્ણાતોથી લઈને સામાન્ય લોકો સુધી ઘણી વાતચીત થઈ હતી. એવું કહી શકાય કે કોરોના સમયગાળા દરમિયાન, ભારતમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જેટલી ખુલ્લી વાતો કરવામાં આવી છે, તે કદાચ પહેલા ક્યારેય નહોતી થઈ. તે જ સમયે, કોરોનામાં અલગતાની પ્રક્રિયાએ લોકોમાં માનસિક હતાશા પણ વધારી છે. આવી સ્થિતિમાં, વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર આત્મહત્યા વિશે વાત કરવી જરૂરી બની જાય છે.
આત્મહત્યા કરવાનાં કેટલાક મુખ્ય કારણો સામાજિક દબાણ, ઘરેલુ વિખવાદ, સારા વૈવાહિક સંબંધોનો અભાવ વગેરે મુખ્ય છે. ૨૦૧૬ ના આત્મહત્યાના રિપોર્ટમાં આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં સૌથી વધુ ૧૫ થી ૨૯ વર્ષની વયના હતા. તેમાંથી મોટાભાગના ગરીબ અને મધ્યમ પરિવારના છે. દુનિયાભરમાં દર વર્ષે ૮ લાખ થી પણ વધુ લોકો આત્મહત્યા કરતાં હોય છે. વિશ્વમાં આત્મહત્યા કરનાર લોકોમાં સૌથી વધુ યુવાનો છે. WHO અનુસાર ૮૧% યુવાનો આત્મહત્યા કરે છે.
આત્મહત્યાના વિચારો રોકવા માટેના ઉપાય:
- પોતાને ગમતા કામમાં વ્યસ્ત રાખો.
- મિત્રો સાથે વધારે સમય પસાર કરો અને તેમની સામે ફરવા જાવ.
- જો તમને આત્મહત્યા કરવાના વિચાર આવે છે તો તમે તે વિશે તમને લાગે તે વ્યક્તિ સાથે વાત કરો જેથી તેનું નિવારણ લાવી શકાય.
- તમારા નજીકમાં તીક્ષ્ણ પદાર્થો, બંદૂકો, દવાઓ, દારૂ અથવા પ્રતિબંધિત દવાઓ રાખશો નહીં.
- ડ્રગ્સ અથવા આલ્કોહોલનો ઉપયોગ કરશો નહીં, કારણ કે આ આત્મહત્યાના વિચારોમાં વધારો કરે છે.
- આશા રાખો કે બધુ જલ્દીથી ઠીક થઈ જશે અને મોટાભાગના કિસ્સાઓમાં, જો વ્યક્તિને સમયસર મદદ આપવામાં આવે તો આવી સમસ્યાઓ ઉકેલી શકાય છે.