(Photo Credit : mygov.in)
ભારતના વિકાસમાં વિદેશી ભારતીયોના યોગદાનને ચિહ્નિત કરવા માટે, દર વર્ષે ૯ જાન્યુઆરીએ 'પ્રવાસી ભારતીય દિવસ' નું આયોજન કરવામાં આવે છે. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપાઈ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધ વિદેશી દૂતાવાસ અને વિદેશ મંત્રાલયોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે વિદેશની ધરતી પર વસતા ભારતીયોના દેશ પ્રત્યે મહત્વના યોગદાન બદલ તેમને સન્માન આપવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસનો ઉદ્દેશ વિદેશમાં વસતા ભારતીયોને ભારત પ્રત્યેના તેમના વિચારો અને લાગણીઓ તેમજ તેમના દેશવાસીઓ સાથે તેમની સકારાત્મક ક્રિયા પ્રતિક્રિયાઓ માટે એક મંચ પૂરું પાડવાનો છે.
આ દિવસે સરકાર વિદેશી ભારતીયોને તેમના મૂળ સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી તેઓ દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શકે. પ્રવાસી ભારતીય સન્માન ભારતના વિદેશી ભારતીય બાબતોના મંત્રાલય દ્વારા સ્થાપિત એક એવોર્ડ છે. આ પુરસ્કાર દર વર્ષે ૯ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસના પ્રસંગે આપવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે દર વર્ષે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. આ એવોર્ડ વિદેશી ભારતીયોને તેમના સંબંધિત ક્ષેત્રોમાં યોગદાન માટે આપવામાં આવે છે.