(Photo Credit : iStock)
આ દિવસ આંતરરાષ્ટ્રીય ફંડ ફોર એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી ઘણી સંસ્થાઓ દ્વારા ઉજવવામાં આવે છે જે ખાદ્ય સુરક્ષા સંબંધિત બાબતો સાથે કામ કરે છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં કુપોષણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, અને આ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તંદુરસ્ત વ્યક્તિ માટે પોષણ સમૃદ્ધ ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશ્વમાં લાખોની સંખ્યામાં એવા લોકો હોય છે જેમને પૂરતું ખાવાનું પણ નથી મળતું હોતું.
દર વર્ષે આ દિવસ એક થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આજે, વિશ્વભરમાં લાખો લોકો ભૂખને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ખોરાકને દરેક વ્યક્તિનો મૂળભૂત અને મૂળભૂત અધિકાર ગણીને આ દિવસ દરેક વ્યક્તિને ભૂખથી બચાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી લોકોને ભૂખથી પીડાતા વધુને વધુ લોકોને મદદ કરવા માટે પ્રેરિત કરી શકાય. એક અંદાજ મુજબ વિશ્વની ૯% વસ્તી એવી છે કે જે ભૂખ્યા પેટે સૂઈ જાય છે અને આશરે ૨૨% વસ્તી પૂરતાં ખોરાક ના અભાવે કુપોષિત છે. વિશ્વ માં પેદા થતાં અનાજમાથી એક તૃતિયાંશ અનાજનો બગાડ થાય છે.
હાલમાં હમણાં જ કોરોના મહામારી વખતે આપણે જોયું કે સામાન્ય વર્ગના અમુક લોકો પાસે બે ટાઈમનું ખાવાનું ખાવા માટે પણ પૈસા નહોતા ત્યારે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ઘરે જઈ જઈને તેમને ભોજન પીરસવામાં આવતું હતું. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ આ જ છે. તમે પણ ગમે ત્યાં જાઓ અથવા તો ઘરે પણ અનાજનો બગાડ ન કરો અને જો વધેલું ભોજન હોય તો કોઈ ભૂખ્યાને આપો. વિશ્વમાં ઘણા એવા લોકો એવા છે કે જે કચરાપેટી અથવા તો કીચડમાથી ખાવાનું શોધીને ખાતા હોય છે. વૈશ્વિક અહેવાલ અનુસાર, દેશની હોટલો, પાર્ટીઓ અને અન્ય મોટી ઇવેન્ટ્સમાં આશરે ૪૦ ટકા ખોરાક બગડે છે અથવા કચરામાં ફેંકવામાં આવે છે. આવું થતું અટકાવવા માટે હોટેલ, પાર્ટી અથવા અન્ય કાર્યક્રમોમાંથી બચેલા ખોરાકનું દાન એક એનજીઓને કરો જે ભૂખ્યા લોકોને ખવડાવે છે.