મિત્રો તલાટી કમ મંત્રીની જે પહેલા જીલ્લા પ્રમાણે ભરતી થતી હતી તે રદ્દ કરીને હવે સેન્ટ્રલાઈજ ભરતી એટલે કે કોમન ભરતી કરી દેવામાં આવી છે. મતલબ કે હવે તમારે એક જ ફોર્મ ભરવાનું રહેશે અને તે મુજબ મેરીટ બનીને જે તે જીલ્લામાં તમારી પસંદગી કરવામાં આવશે. એટલે આ નિર્ણય બોર્ડ દ્વારા ખુબ જ સારો લેવામાં આવ્યો છે. આ ભરતી માટેના ફોર્મ ૨૮/૦૧/૨૦૨૨થી ભરવાના ચાલુ થઇ ગયા છે અને ૧૭/૦૨/૨૦૨૨ સુધી ભરી શકાશે.
તલાટીની ભરતીમાં કોણ કોણ ફોર્મ ભરી શકે?
મિત્રો તલાટી કમ મંત્રીની ભરતીમાં ફોર્મ ભરવા માટે તમે ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જોઇશે. જો તમે ધોરણ ૧૦ પછી ડીપ્લોમાં કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. ૧૦+૨ મુજબ તેને ૧૨ સમકક્ષ ગણવામાં આવે છે. તમેં ૧ પ્રયત્નથી અથવા તો એના કરતા વધારે પ્રયત્નથી પરીક્ષા પાસ કરી છે તો પણ તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો.
તમારી પાસે કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતું પ્રમાણપત્ર અથવા તો તમે ધોરણ ૧૦ અથવા તો ધોરણ ૧૨ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કર્યું છે તો પણ ફોર્મ ભરી શકો છો. જો તમે ધોરણ ૧૦ અથવા તો ૧૨ બેય માંથી એકેયમાં કોમ્પ્યુટર વિષય નથી રાખ્યો અને તમારી પાસે કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતું પ્રમાણપત્ર પણ નથી તો તમે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે સરકાર માન્ય સંસ્થાઓમાંથી કોમ્પ્યુટરનો સામાન્ય કોર્સ કરી તેને રજુ કરી શકો છો.
હવે આ ભરતી માટે ઉમંરની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર તમારી ૧૮ વર્ષ પુરી થયેલી હોવી જોઈએ અને વધુમાં વધુ ૩૬ વર્ષની ઉંમર હોવીં જોઈએ. મહિલા ઉમેદવારોને ૫ વર્ષ વધુ આપવામાં આવે છે અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને ૫ વર્ષની છુટછાટ આપવામાં આવે છે. શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને ૫ વર્ષ છુટછાટ આપવામાં આવે છે. વધુમાં વધુ તમે ૪૫ વર્ષ વયમર્યાદા સુધી ફોર્મ ભરી શકો છો.
શૈક્ષણિક લાયકાત/વધારાની લાયકાત અને વયમર્યાદા માટે નિર્ધારિત તારીખ (cut off date) ૧૫/૦૨/૨૦૨૨ છે. આ તારીખ સુધીના પ્રમાણપત્ર અને તમારી ઉંમર જે તે હોવી જરૂરી છે.
પરીક્ષા ફી અને પગાર ધોરણ:
આ ભરતી માટે પરીક્ષા ફી સામાન્ય વર્ગના ઉમેદવારોને ભરવાની રહેશે. જેમને ૧૦૦ રૂપીયા અને સર્વિસ ચાર્જ એ મુજબ ફી ભરવાની રહેશે. તમે SBI e-pay ના માધ્યમ થી અને પોસ્ટના માધ્યમથી ફી ભરી શકો છો. પોસ્ટમાં તમારે ૧૦૦+૧૨ રૂપીયા ચૂકવવાના રહેશે.
પંચાયત તલાટી કમ મંત્રી માટે પગાર ધોરણ એ ૧૯,૯૫૦ પાંચ વર્ષ માટે ફિક્સ નક્કી કરવામાં આવેલ છે.
તલાટીની પરીક્ષાનો અભ્યાસક્રમ:
તલાટી કમ મંત્રીનો અભ્યાસક્રમ જોવા જઈએ તો તેમાં જનરલ અવોરનેસ અને જનરલ નોલેજ જે ૫૦ ,માર્ક્સનું આવશે. ગુજરાતી ભાષા અને ગ્રામર જે તમારે ૨૦ માર્ક્સનું આવશે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી ગ્રામર એ તમારે ૨૦ માર્ક્સનું આવશે અને ગણિત એ તમારે ૧૦ માર્ક્સનું આવશે. આમ કુલ થઈને તમારૂ પેપેર ૧૦૦ માર્ક્સનું આવશે. આ પેપર તમારે ઓ.એમ.આર. પધ્ધતિથી આપવાનું રહેશે. જેમાં તમને ૬૦ મિનીટનો સમય આપવામાં આવશે.
- ખોટા પપ્રશ્ન દીઠ તમારે ૦.૩૩ માર્ક્સ કાપવામાં આવશે.
- ખાલી છોડેલ પ્રશ્નમાં પણ ૦.૩૩ માર્ક્સ કાપવામાં આવશે.
- જો તમને કોઈ પ્રશ્ન નથી આવડતો તો તેના માટે તમારે “E” [“Not Attempted“] ઓપ્શન ટીક કરવાનો રહેશે. જેથી નેગેટીવ માર્કિંગ લાગુ ન પડે.
વધુ માહિતી:
જો એક કરતા વધારે ઉમેદવારોએ એક સરખા માર્ક્સ લાવ્યા હોય તો તે પૈકી જન્મતારીખ મુજબ વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને મેરીટ ક્રમમાં અગ્રમતા આપવામાં આવશે અને જો કોઈ ઉમેદવારોના ગુણ અને જન્મ્તારીખ બંને સરખા હોય તો શૈક્ષણિક લાયકાતની મેરીટ મુજબ મેરીટમાં અગ્રમતા ક્રમ આપવામાં આવશે.
જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં રજુ કરી શકો છો.
તલાટી કમ મંત્રી માં જિલ્લો ક્યારે પસંદ કરવાનો હોય ? ફોર્મ ભરતી વખતે કે પછી પરીક્ષા પાસ થાય પછી ?
જવાબ આપોકાઢી નાખોપાસ થાઓ અને મેરીટ મુજબ.
કાઢી નાખોદરેક જિલ્લા માંથી અલગ ફોર્મ ભરાશે કે કેમ?
જવાબ આપોકાઢી નાખોસેન્ટ્રલાઈઝ ભરતી કરી છે....એક જ ફોર્મ ભરવાનું.
કાઢી નાખોDate of exam
જવાબ આપોકાઢી નાખોએપ્રિલ પછી અંદાજીત
કાઢી નાખોSir exam ma total ketla paper puchay che
જવાબ આપોકાઢી નાખોએક જ પેપર આવશે.
કાઢી નાખોComputer nu Certificate Raju karvu Obligation farjiyat se
જવાબ આપોકાઢી નાખો