North Atlantic Treaty Organization (NATO) Information In Gujarati: નાટોનું પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીએટી ઓર્ગેનાઇઝેશન (ગુજરાતીમાં ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન) છે. જેને નોર્થ એટલાન્ટિક એલાયન્સ (ગુજરાતીમાં ઉત્તર એટલાન્ટિક એલાયન્સ) તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ની રચના ૪ એપ્રિલ ૧૯૪૯ના રોજ કરવામાં આવી હતી. જેનું મુખ્યાલય બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ ખાતે આવેલું છે. નાટો એ એક્પ્રકારનું લશ્કરી જોડાણનું સંગઠન છે. જે મુશ્કેલીના સમયે તેના સભ્ય રાષ્ટ્રોને લશ્કરી મદદ પૂરી પાડે છે.
નાટોનું લશ્કરી જોડાણ એ ૨૮ યુરોપિયન દેશો અને ૨ નોર્થ અમેરિકન દેશો વચ્ચે છે. બીજા વિશ્વયુદ્ધ પછી સ્થપાયેલ આ સંસ્થા એ ઉત્તર એટલાન્ટિક સંધિનો અમલ કરે છે. નાટોનું તાજેતરનું સભ્ય એ ૨૦ માર્ચ ૨૦૨૦ના રોજ ઉત્તર મેસેડોનિયા બન્યું હતું. નાટોમાં કુલ ૩૦ દેશ સામેલ છે. જો આમાંથી કોઈપણ એક દેશ ઉપર કોઈપણ પ્રકારનો હુમલો થાય છે તો એ હુમલો ૩૦ દેશો ઉપર થયેલો ગણાય છે અને આ ૩૦ દેશ સાથે મળીને તેમનો સામનો કરશે. આમ આ રીતે આ સંગઠન કાર્ય કરે છે.
નાટોનો ઈતિહાસ જોઈએ તો નાટોએ સૌપ્રથમ બીજા વિશ્વયુદ્ધ ૧૯૪૫ સમાપ્ત થયું ત્યારપછી ૧૯૪૮માં ટ્રીએટી ઓફ બ્રસેલ્સ તરીકે નિર્માણ પામ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં બને અને જર્મની જેવા રાષ્ટ્રનો સામનો કરવાનો થાય તે માટે એકસાથે મળીને લડવાનું થાય તો સાથે મળીને તેમનો સામનો કરી શકે તે માટે યુ,કે., નેધરલેન્ડ, બેલ્જીયમ, ફ્રાન્સ અને લક્ઝમબર્ગ આ પાંચ દેશોએ સાથે મળીને ટ્રીએટી ઓફ બ્રસેલ્સની સ્થાપના કરી હતી. ત્યારબાદ ૧૯૪૯માં યુ.એસ., કેનેડા, ઇટલી, પોર્ટુગલ, ડેન્માર્ક, નોર્વે અને આઈસલેન્ડ તેમાં જોડાયા અને નોર્થ એટલાન્ટિક ટ્રીએટી ઓર્ગેનાઇઝેશન (નાટો) બન્યું. વોશિગ્ટન ડીસીમાં ૪ એપ્રિલ ૧૯૪૯ના રોજ નાટોની સ્થાપના કરવામાં આવી હતી. નાટોને ફ્રેન્ચ ભાષામાં OTAN (NATO નું ઊંધું) કહેવામાં આવે છે.
નાટોમાં સામેલ દેશો:
- બેલ્જિયમ (1949)
- કેનેડા (1949)
- ડેનમાર્ક (1949)
- ફ્રાન્સ (1949)
- આઇસલેન્ડ (1949)
- ઇટાલી (1949)
- લક્ઝમબર્ગ (1949)
- નેધરલેન્ડ (1949)
- નોર્વે (1949)
- પોર્ટુગલ (1949)
- યુનાઇટેડ કિંગડમ (1949)
- યુનાઇટેડ સ્ટેટ્સ (1949)
- ગ્રીસ (1952)
- તુર્કી (1952)
- જર્મની (1955)
- સ્પેન (1982)
- ચેક રિપબ્લિક (1999)
- હંગેરી (1999)
- પોલેન્ડ (1999)
- બલ્ગેરિયા (2004)
- એસ્ટોનિયા (2004)
- લાતવિયા (2004)
- લિથુઆનિયા (2004)
- રોમાનિયા (2004)
- સ્લોવાકિયા (2004)
- સ્લોવેનિયા (2004)
- અલ્બેનિયા (2009)
- ક્રોએશિયા (2009)
- મોન્ટેનેગ્રો (2017)
- ઉત્તર મેસેડોનિયા (2020)