Ads Area

વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૨ - VMC Apprentice Recruitment 2022

VMC Recruitment 2022: નમસ્કાર મિત્રો, હાલમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઇટ vmc.gov.in ઉપર આઈ. ટી. આઈ. ના વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જે મિત્રોએ આગળ આજ ટ્રેડમાં એપ્રેન્ટિસ કરેલ નથી તે વિધાર્થી મિત્રો એપ્રેન્ટિસ માટે અરજી કરી શકે છે. વધુ માહિતી આગળ નીચે આપેલ છે. તે ધ્યાનથી વાંચવી અને અરજી કરવી. 

VMC Apprentice Recruitment 2022


વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૨  - VMC Apprentice Recruitment 2022:

વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨ ના સત્રમાં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે. 

ટ્રેડનું નામ:

બેન્ક ઓફિસ આસિસ્ટન્ટ 
પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ, એડમી. આસી. 
વાયરમેન 
ફીટર 
ઇલેક્ટ્રિશિયન 
રેફ્રિજરેશન એન્ડ એરકન્ડિશન મિકેનિક 
ડ્રાફ્ટસમેન સિવિલ 
હેલ્થ સેનિટરી ઈન્સ્પેકટર 

લાયકાત:

બેન્ક ઓફિસ આસિસ્ટન્ટ : સ્નાતક (સામાન્ય/વાણિજ્ય ) વર્ષ ૨૦૧૬ કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે. 
પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ, એડમી. આસી.: આઈ. ટી. આઈ. ટ્રેડ કો.પા. પાસ  
વાયરમેન:  આઈ. ટી. આઈ. ટ્રેડ પાસ 
ફીટર : આઈ. ટી. આઈ. ટ્રેડ પાસ
ઇલેક્ટ્રિશિયન : આઈ. ટી. આઈ. ટ્રેડ પાસ
રેફ્રિજરેશન એન્ડ એરકન્ડિશન મિકેનિક:  આઈ. ટી. આઈ. ટ્રેડ પાસ
ડ્રાફ્ટસમેન સિવિલ : આઈ. ટી. આઈ. ટ્રેડ પાસ
હેલ્થ સેનિટરી ઈન્સ્પેકટર: આઈ. ટી. આઈ. ટ્રેડ પાસ

અગત્યની સૂચનાઓ:

* સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચૂકવવામાં આવશે. 

* એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે. 

* અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટિસશીપ માટે અન્ય કોઈ એકમ /સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હોય તો તે ઉમેદવારની ઉમેદવારી રદ્દ થવા પાત્ર  થશે. 

* વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે. અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજિયાત લખવું. અરજી સ્પીડપોસ્ટથી અથવા રજીસ્ટર પોસ્ટથી એ.ડી. થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં. અધૂરી વિગતોવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાઈની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. 

* અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીશમેન્ટમાં એપ્લાઈ કરવાનું રહેશે. 

* ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર ૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ. વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાનપત્રોની જરૂરી નકલો સહ તા. ૧૮/૦૭/૨૦૨૨ સુધીમાં મોકલવાની રહેશે.  

*  એપ્રેન્ટિસ ઉમેદવારોની મેરીટ યાદી આઈ. ટી. આઈ./ સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. 

* આ પસંદગી કામચલાઉ હોઈ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહીં. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area