આ ભરતીની જગ્યાઓની માહિતી આ મુજબ છે. જેમાં (BSF: ૨૦,૭૬૫), (CISF: ૫૯૧૪), (CRPF: ૧૧,૧૬૯), (SSB: ૨૧૬૭) , (ITBP: ૧૭૮૭) , (AR: ૩૧૫૩), (SSF: ૧૫૪) અને (NCB: ૧૭૫) એમ કુલ મળીને ૪૫,૨૮૪ જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે. આ જગ્યા વધારો થયો તેની નોટીફીકેશન નીચે મુકેલ છે અને તમે સ્ટાફ સિલેકશન કમીશનની ઓફીશીયલ વેબસાઈટ ઉપર પણ જોઈ શકો છો.
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની વાત કરીએ તો ઉમેદવારો તારીખ ૨૭ ઓક્ટોબર થી લઈને તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી ભરતી બોર્ડની વેબસાઈટ https://ssc.nic.in/ ઉપર કરી શકો છો. ઓફલાઈન ચલણ બનાવવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૨ છે. ઓનલાઈન ફી અને ચલણ ભરવાની છેલ્લી તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૨ છે.
આ ભરતી માટે તમારે ભણતરની વાત કરીએ તો ધોરણ ૧૦ પાસ તમે હોવા જોઈએ. ધોરણ ૧૦ પાસ હોય અથવા તો આનાથી વધારે લાયકાત ધરાવતા હોય તે બધા જ આ ભરતી માટે ફોર્મ ઓનલાઈન ભરી શકે છે. છેલ્લામાં છેલ્લું તમે ૧૦ પાસની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
આ ભરતી માટે પગારની વાત કરીએ તો NCB માં સિપાહીની પોસ્ટ માટે પગાર છે ૧૮,૦૦૦ થી ૫૬,૯૦૦ અને બીજી તમામ પોસ્ટ માટે પગાર જોવા જઈએ તો ૨૧,૭૦૦ થી ૬૯,૧૦૦ રૂપિયા પગાર તમને મહીને મળવા પાત્ર છે. જેની તમામ વિગતો તમને ઓફીશીયલ નોટીફીકેશનમાં મળી જશે અને તેની લિંક તમને નીચે મળી જશે.